Not Set/ તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત કોરોના પોઝિટીવ

તમિળનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમની તબિયત સ્થિર છે. આ પહેલા રવિવારે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગયા અઠવાડિયે રાજભવનમાં 84 લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ કર્યું છે. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત 81 વર્ષના […]

Uncategorized
1f88d78d2d2407d7a6f7003f90ffd1e2 1 તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત કોરોના પોઝિટીવ

તમિળનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમની તબિયત સ્થિર છે. આ પહેલા રવિવારે રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ગયા અઠવાડિયે રાજભવનમાં 84 લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ કર્યું છે. રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત 81 વર્ષના છે.

તમિળનાડુમાં કોરોના વાયરસના ચેપને ફેલાવવા માટે સરકારે લીધેલા કડક પગલાના ભાગ રૂપે રાજ્ય રવિવારે સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. બંધ દરમિયાન દવાની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રહી અને રસ્તાઓ ખાલી જ રહ્યા. પોલીસે સ્પષ્ટ કર્યું કે ખાનગી વાહનોને ફક્ત કટોકટીમાં જ જવાની છૂટ આપવામાં આવશે.

Tamil Nadu Governor Banwarilal Purohit tests positive for Coronavirus

મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકડાઉનને ઓગસ્ટ સુધી લંબાવાની ઘોષણા કરતા 30 જુલાઈએ જાહેરાત કરી હતી કે, આ મહિનાના પાંચેય રવિવારે કડક અમલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં આપવામાં આવે. આદેશ મુજબ રવિવારે શાકભાજી અને કરિયાણાની દુકાનો, વેપારી મથકો, હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની તમામ પ્રકારની દુકાનો બંધ રહી હતી અને વાહનોની અવર-જવર ન થવાને કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.