Not Set/ અમદાવાદ/ પત્નીએ પતિને આપ્યા ટ્રિપલ તલાક, બાદમાં પતિએ કર્યું આવું…

અમદાવાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના જુહાપુરા વિસ્તારમાં, એક 32 વર્ષીય મુસ્લિમ મહિલાએ તેના પતિ સાથે ઝઘડા થયા બાદ તેને તીન તલાક આપી દીધા હતા અને તેણી તેના પિયર જતી રહી હતી. આ ઘટના બાદ તેના પતિએ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગે મહિલાના પતિ શેરખાન પઠાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી […]

Ahmedabad Gujarat
b951b022a5e99b09189ff87ed33b6164 અમદાવાદ/ પત્નીએ પતિને આપ્યા ટ્રિપલ તલાક, બાદમાં પતિએ કર્યું આવું...
b951b022a5e99b09189ff87ed33b6164 અમદાવાદ/ પત્નીએ પતિને આપ્યા ટ્રિપલ તલાક, બાદમાં પતિએ કર્યું આવું...

અમદાવાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના જુહાપુરા વિસ્તારમાં, એક 32 વર્ષીય મુસ્લિમ મહિલાએ તેના પતિ સાથે ઝઘડા થયા બાદ તેને તીન તલાક આપી દીધા હતા અને તેણી તેના પિયર જતી રહી હતી. આ ઘટના બાદ તેના પતિએ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગે મહિલાના પતિ શેરખાન પઠાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પઠાણે ફરિયાદમાં જણાવ્યું છે કે તે ટ્રિપલ તલાક પછી બકરા ઈદના દિવસે મુમતાઝના પિયર તેને અને તેના બાળકોને મળવા ગયો હતો.

આરોપ છે કે આ દરમિયાન મુમતાઝના પિતાએ તેના પર હુમલો કર્યો હતો. પઠાણે હુમલો અને ટ્રિપલ તલાકના મામલે પોલીસમાં બે ફરિયાદ નોંધાવી છે. જ્યારે, પઠાણની પત્ની મુમતાઝ કહે છે કે તેનો પતિ તેની પર હુમલો કરતો હતો અને તેથી જ તેણે આ સંબંધ તોડવાનો નિર્ણય કર્યો હતો.

‘પત્નીનું તલાક આપ્યું ઇસ્લામમાં માન્ય નથી’

આ કિસ્સામાં વેજલપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એલ.ડી. ઓહદેદારેનું કહેવું છે કે આ છૂટાછેડાને માન્ય ન કહી શકાય, પરંતુ મહિલા અને તેના પરિવારજનો તેને છૂટાછેડા તરીકે માને છે. મુસ્લિમ બાબતોના વિદ્વાન મુફ્તી અસજદ કાસમી કહે છે કે ઇસ્લામ મુજબ કોઈ પણ મહિલા તેના પતિને ટ્રિપલ તલાક આપી શકે નહીં. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવા છતાં, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ચર્ચાઓ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.