Not Set/ સુશાંત કેસ/ CBI તપાસને લઈ શિવસેના ગુસ્સામાં, રાઉતે કહ્યું – બિહારની ચૂંટણીને લઈને આ રાજકારણ કરવામાં આવી રહ્યું છે

  બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય નવા ખુલાસાઓ પછી વધુ ગહેરાઈ રહ્યું છે.  સુશાંત સિંહના પિતાની માંગ પર બિહારની નીતીશ સરકારે સુશંતના મોતની તપાસ સીબીઆઈ દ્વારા કરવા કેન્દ્ર સરકારને ભલામણ મોકલી છે. નીતીશ સરકારના આ પગલા બાદ મહારાષ્ટ્રની શાસક પક્ષ શિવસેના ગુસ્સામાં જોવા મળી રહી છે. શિવેસાના પ્રવક્તા સંજય રાઉતે બિહાર વિધાનસભાની ચૂંટણી […]

India
 

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય નવા ખુલાસાઓ પછી વધુ ગહેરાઈ રહ્યું છે.  સુશાંત સિંહના પિતાની માંગ પર બિહારની નીતીશ સરકારે સુશંતના મોતની તપાસ સીબીઆઈ દ્વારા કરવા કેન્દ્ર સરકારને ભલામણ મોકલી છે. નીતીશ સરકારના આ પગલા બાદ મહારાષ્ટ્રની શાસક પક્ષ શિવસેના ગુસ્સામાં જોવા મળી રહી છે.

શિવેસાના પ્રવક્તા સંજય રાઉતે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તેને રાજકારણ ગણાવ્યું છે. રાઉતે કહ્યું કે, ચૂંટણી પછી જેઓ રાજનીતિ કરે છે, તેઓ એ પણ જાણવાની ઇચ્છા નહીં કરે કે તે સુશાંત પટનામાં ક્યાં રહે છે અને તેમનો પરિવાર શું કરે છે. તેઓ બધું ભૂલી જશે. રાઉતે વધુમાં કહ્યું હતું કે, સુશાંતનો જન્મ પટણામાં થયો હતો, પરંતુ મુંબઇએ તેમને ઘણું આપ્યું છે.