Not Set/ 22 ડિસેમ્બર, 1949નાં રોજ સૌથી પહેેલી વખત ઇમારતની અંદર ભગવાન શ્રી રામ પ્રગટ્યા હતા, જાણી લો પુરી કહાની..

રામાયણના રામની જન્મભૂમિ અયોધ્યા છે એટલું જ નહિ. સનાતન પ્રજાની આસ્થાનું કેન્દ્રબિંદુ અયોધ્યા છે. ઇતિહાસ અને સનાતન પ્રજાનું હૃદય એની શાખ પૂરે છે. અયોધ્યામાં પ્રગટેલો રામદીવો અખંડ છે અને રહેશે. વચ્ચેના ગાળામાં એ દીવાની જ્યોતને ક્ષીણ કરવાના અનેક પ્રયાસો થયા, જોરદાર પવનો ફૂંકાયા, ફૂંકો વીંઝાઈ, તોફાનો ત્રાટક્યા, આંધીઓ ઉમટી તેમ છતાં અનેક ઝંઝાવાતો સામે એ […]

Uncategorized
e3fa3cbd8a471d6e0ae439f7ca9b9a2f 2 22 ડિસેમ્બર, 1949નાં રોજ સૌથી પહેેલી વખત ઇમારતની અંદર ભગવાન શ્રી રામ પ્રગટ્યા હતા, જાણી લો પુરી કહાની..
e3fa3cbd8a471d6e0ae439f7ca9b9a2f 2 22 ડિસેમ્બર, 1949નાં રોજ સૌથી પહેેલી વખત ઇમારતની અંદર ભગવાન શ્રી રામ પ્રગટ્યા હતા, જાણી લો પુરી કહાની..

રામાયણના રામની જન્મભૂમિ અયોધ્યા છે એટલું જ નહિ. સનાતન પ્રજાની આસ્થાનું કેન્દ્રબિંદુ અયોધ્યા છે. ઇતિહાસ અને સનાતન પ્રજાનું હૃદય એની શાખ પૂરે છે. અયોધ્યામાં પ્રગટેલો રામદીવો અખંડ છે અને રહેશે. વચ્ચેના ગાળામાં એ દીવાની જ્યોતને ક્ષીણ કરવાના અનેક પ્રયાસો થયા, જોરદાર પવનો ફૂંકાયા, ફૂંકો વીંઝાઈ, તોફાનો ત્રાટક્યા, આંધીઓ ઉમટી તેમ છતાં અનેક ઝંઝાવાતો સામે એ જ્યોત અટલ રહી છે. અને એ જ્યોતનું અજવાળું પ્રજાના રોમેરોમમાં ઉતરી ગયું છે. 

હિન્દુસમાજની શ્રદ્ધા અને પોતાના આરાધ્યદેવની જન્મભૂમિ. પાછી મેળવવા માટેના સતત સંઘર્ષનું એક ઉદાહરણ. 22 ડિસેમ્બર, 1949ની રાતે જોવા મળ્યું જ્યારે ઇમારતની અંદર ભગવાન શ્રી રામ પ્રગટ્યા. તે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રધાનમંત્રી, ગોવિંદવલ્લભ પંત યુપીના મુખ્યમંત્રી. અને કે. કે. નાયર ફૈઝાબાદના કલેક્ટર હતા. કે.કે.નાયરે. ઇમારતની બરોબર સામેની દીવાલમાં લોખંડની મજબૂત સાંકળોવાળો વિશાળ દરવાજો લગાવી દીધો. 

ભગવાનની પૂજા માટે પૂજારીની નિયુક્તિ કરવામાં આવી. અને માત્ર પૂજારીને જ રોજ સવાર સાંજ શ્રીરામની પૂજા અર્ચના માટે અંદર જવાની પરવાનગી હતી. જ્યારે સામાન્ય જનતાને ગર્ભગૃહની બહારથી જ પૂજા અર્ચના કરવા દેવામાં આવતી. પણ રામભક્ત પ્રજા તે જ ઘડીએથી ત્યાં કીર્તન પર બેસી ગઈ. અને 6 ડિસેમ્બર, 1992 સુધી અખંડિત કીર્તન થતું રહ્યું. ભગવાન શ્રીરામના મંદિરનું આ તાળું ખોલાવવા માટે. દેશભરના સંતો મહંતોએ 8 એપ્રિલ, 1984ના રોજ. વિજ્ઞાનભવન દિલ્હી ખાતે સંકલ્પ લીધો. જેને આપણે સૌ ધર્મસંસદના નામે ઓળખીએ છીએ. અને શરૂ થઈ શ્રીરામ અને જાનકીના રથો દ્વારા વ્યાપક જનજાગરણની પરંપરા. 

પરિણામે ફૈઝાબાદના જિલ્લા ન્યાયાધીશ શ્રી કે. એમ. પાંડેય દ્વારા. 1 ફેબ્રુઆરી, 1986ના રોજ મંદિરનાં તાળાં ખોલવા આદેશ આપવામાં આવ્યો. તે વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદે કાઁગ્રેસના વીરબહાદુરસિંહ હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિર કલા વિશેષજ્ઞ સી. બી. સોમપુરા દ્વારા ભાવિ રામમંદિરનું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું. ગુજરાતના સોમનાથ મંદિરનું પ્રારૂપ પણ સી.બી. સોમપુરાના દાદાએ જ તૈયાર કર્યુ હતું. ત્યારબાદ 1989માં પ્રયાગરાજના કુંભમેળા દરમિયાન પૂજ્ય દેવરાહા બાબાની હાજરીમાં. દેશના ગામડે ગામડે શિલાપૂજન કરાવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો. અને દેશનાં વિવિધ ગામડાંઓમાંથી લગભગ પોણા ત્રણ લાખ જેટલી શિલાઓ અયોધ્યા પહોંચી. 

વિદેશમાં વસતા હિન્દુ સમુદાયે પણ મંદિરનિર્માણ માટે. શિલાપૂજન કરી શિલાને ભારત મોકલવામાં આવી. 1989ની 9મી નવેમ્બરના રોજ તમામ અવરોધો છતાં પણ. બિહારના કામેશ્ર્વર ચૌપાલના હાથે શિલાન્યાસ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ. તે સમયે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદ કાઁગ્રેસના નારાયણદત્ત તિવારી, ભારતના ગૃહમંત્રીપદે બુટાસિંહ તથા પ્રધાનમંત્રી પદે સ્વ. રાજીવ ગાંધી હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews