Not Set/ ધોતી-કુર્તા પહેરીને દિલ્હીથી અયોધ્યા માટે રવાના થયા PM મોદી

  પીએમ મોદી આજે સવારે 9.35 વાગ્યે રામ મંદિર ભૂમિપૂજન માટે અયોધ્યાથી રવાના થયા હતા. તેઓ એર ઈન્ડિયા વિમાન દ્વારા લખનઉ પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી હેલિકોપ્ટરની મદદથી અયોધ્યા પહોંચશે. પીએમ મોદી આજનાં કાર્યક્રમ માટે ખાસ ધોતી કુર્તા પહેરેલા જોવા મળ્યા હતા. તેમણે કેસરી રંગનાં કુર્તા અને ધોતી પહેરી છે અને તેની તસવીરો તેમના ટ્વિટર પર […]

India
55651cbc83dd772cef10a2de07aacc8d ધોતી-કુર્તા પહેરીને દિલ્હીથી અયોધ્યા માટે રવાના થયા PM મોદી
55651cbc83dd772cef10a2de07aacc8d ધોતી-કુર્તા પહેરીને દિલ્હીથી અયોધ્યા માટે રવાના થયા PM મોદી 

પીએમ મોદી આજે સવારે 9.35 વાગ્યે રામ મંદિર ભૂમિપૂજન માટે અયોધ્યાથી રવાના થયા હતા. તેઓ એર ઈન્ડિયા વિમાન દ્વારા લખનઉ પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી હેલિકોપ્ટરની મદદથી અયોધ્યા પહોંચશે. પીએમ મોદી આજનાં કાર્યક્રમ માટે ખાસ ધોતી કુર્તા પહેરેલા જોવા મળ્યા હતા. તેમણે કેસરી રંગનાં કુર્તા અને ધોતી પહેરી છે અને તેની તસવીરો તેમના ટ્વિટર પર શેર કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ માટે અયોધ્યામાં કુલ 3 કલાક વિતાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન અને મંદિરનાં શિલાન્યાસ પૂર્વે હનુમાનગઢી ખાતે પૂજા અર્ચના કરશે. જણાવી દઇએ કે, એવું માનવામાં આવે છે કે ભગવાન રામનું કોઈ કાર્ય ભગવાન હનુમાનનાં આશીર્વાદ વિના શરૂ થતું નથી. આને કારણે પીએમ મોદી પહેલા ભગવાન હનુમાનની પૂજા કરશે અને ત્યારબાદ ભૂમિપૂજન માટે જશે.