Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 14 હજારને પાર, મૃત્યુનો આંક 480

  વિશ્વનાં ઘણા દેશોની જેમ, ભારતમાં પણ રોજ કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. શનિવારે સવારે દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજાર પાર પહોંચી ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં 480 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વવ્યાપી, કોરોના વાયરસથી મૃત્યુઆંક 1 હજાર કરોડને વટાવી ગયો છે. વળી, ગુજરાત છઠ્ઠું રાજ્ય બન્યું, જ્યાં એક હજારથી વધુ […]

India
 

વિશ્વનાં ઘણા દેશોની જેમ, ભારતમાં પણ રોજ કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. શનિવારે સવારે દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજાર પાર પહોંચી ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં 480 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વવ્યાપી, કોરોના વાયરસથી મૃત્યુઆંક 1 હજાર કરોડને વટાવી ગયો છે. વળી, ગુજરાત છઠ્ઠું રાજ્ય બન્યું, જ્યાં એક હજારથી વધુ કેસ મળી આવ્યા છે, જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, છેલ્લા એક અઠવાડિયામાં કોવિડ-19 નાં કેસોને બમણા કરવાનો સમય વધ્યો છે. કેન્દ્ર ચીનથી આશરે પાંચ લાખ ક્વિક ટેસ્ટ કીટ એવા રાજ્યોમાં વહેંચવાની તૈયારીમાં છે જ્યાં મહત્તમ કેસ મળ્યા છે.

અમદાવાદનાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે ગુજરાતમાં આ ચેપ 1,021 સુધી પહોંચ્યો હતો જ્યારે બાદમાં 92 નવા કેસ નોંધાયા છે. વળી, વધુ બે મૃત્યુ સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 41 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં કુલ પોઢિટીવ દર્દીઓની સંખ્યા 1,099 પર પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર (3,236), દિલ્હી (1,640), તમિલનાડુ (1,323), રાજસ્થાન (1,193) અને મધ્યપ્રદેશમાં કેસની સંખ્યા 1,000 ને વટાવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.