Not Set/ સુશાંત સિંહ રાજપૂત કેસ: ઇડીએ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું, 7 ઓગસ્ટે થયું પડશે હાજર

  સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ પાઠવ્યુ છે. અને શુક્રવારે પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુશાંતના મોત સંદર્ભે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એજન્સીએ તાજેતરમાં રીયા ચક્રવર્તીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) રિતેશ શાહ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરની પૂછપરછ કરી હતી. ઇડી સુશાંત રાજપૂતના નાણાં […]

India
fab3eaf7693e4afa3e50ed3ded329c6c 1 સુશાંત સિંહ રાજપૂત કેસ: ઇડીએ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું, 7 ઓગસ્ટે થયું પડશે હાજર
 

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ પાઠવ્યુ છે. અને શુક્રવારે પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુશાંતના મોત સંદર્ભે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એજન્સીએ તાજેતરમાં રીયા ચક્રવર્તીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) રિતેશ શાહ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરની પૂછપરછ કરી હતી.

ઇડી સુશાંત રાજપૂતના નાણાં અને તેના બેંક ખાતાઓના કથિત દુરૂપયોગના આરોપોની તપાસ કરી રહી છે. દરમિયાન, કેન્દ્ર સરકારે આજે બિહાર સરકારની ભલામણ પર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. આ મામલે મહારાષ્ટ્ર અને બિહાર પોલીસમાં ઘણા વિવાદ થયા છે.

દિવંગત અભિનેતાના પિતા કે.કે.સિંઘે પટણા શહેરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 306, 341, 342, 380, 406 અને 420 હેઠળ આ એફઆઈઆર નોંધાવી છે. સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રિયા અને તેના પરિવારના સભ્યો અને સ્ટાફે એક ષડયંત્ર હેઠળ મારા પુત્ર સાથે છેતરપિંડી કરી છે.

તેણે કહ્યું છે કે, “રિયા સુશાંત સાથે રહેતી હતી. 8 જૂને તે ઘરેથી રોકડ, લેપટોપ, એટીએમ કાર્ડ, ઝવેરાત, સામાન અને મેડિકલ પેપર્સ સહિતના અન્ય દસ્તાવેજો લઈ ને જતી રહી હતી.  સુશાંતના પિતાનો આરોપ છે કે તેના પુત્રના બેંક ખાતામાંથી ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે. ઇડી આ વ્યવહારની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.