Not Set/ હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલન, અંદાજે 40 લોકો કાટમાળ નીચે દબાયા

બુધવારે હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલન બાદ લગભગ 40 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ડેપ્યુટી કમિશનર સાદિક હુસૈને આ માહિતી આપી હતી.

Top Stories India
હિમાચલ

બુધવારે હિમાચલ પ્રદેશનાં કિન્નૌરમાં ભયાનક ભૂસ્ખલન બાદ લગભગ 40 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ડેપ્યુટી કમિશનર સાદિક હુસૈને આ માહિતી આપી હતી. હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી જય રામ ઠાકુરે પણ વિધાનસભા સત્ર દરમ્યાન ઘટનાની પુષ્ટિ કરી છે. કિન્નોરમાં એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી વખત ભૂસ્ખલન થયુ છે.

આ પણ વાંચો – વિશ્વ માટે ચિંતાનો વિષય / આફ્રિકામાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક ઇબોલા વાઇરસ મળ્યો, વધુ એક મહામારીનું તોળાતું જોખમ

સાદિકે જણાવ્યું કે, હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) બસ સહિત અનેક વાહનો કાટમાળ નીચે દટાયેલા છે. તેમણે કહ્યું કે, બસ કિન્નોરનાં રેકોંગ પીયોથી શિમલા જઈ રહી હતી. એસપી સાજુ રામ રાણાએ કહ્યું, “અમને NH પર ભાભા નગર પોલીસ સ્ટેશન હેઠળ ભૂસ્ખલન વિશે માહિતી મળી છે. અમે સ્થળ પર પહોંચી રહ્યા છીએ. ITBP, પોલીસ, હોમગાર્ડ અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. અમે પહોંચ્યા પછી વધુ માહિતી આપીશું.” કિન્નૌરનાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, બચાવ કાર્ય માટે આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને સ્થાનિક બચાવ ટીમો બોલાવવામાં આવી છે. સાદિકે એમ પણ કહ્યું કે, પથ્થરો હજુ પણ પડી રહ્યા છે, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે. તેમણે કહ્યું કે, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

જુલાઈમાં, કિન્નૌર જિલ્લાનાં બસ્તી નજીક તેમના વાહન પર ભારે પથ્થર પડતા નવ પ્રવાસીઓનાં મોત થયા હતા. સાંગલા-ચિતકુલ પર બસ્તી નજીક સતત વરસાદનાં કારણે અનેક ભૂસ્ખલન થયા હતા, પરિણામે પુલ તૂટી પડ્યો હતો અને કેટલાક વાહનોને નુકસાન થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, તેમાં ઘણા પથ્થરો નીચેની તરફ પુલ સાથે ટકરાતા જોવા મળ્યા હતા, જેના કારણે તે પડી ગયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હિમાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી જય રામ ઠાકુરે દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ત્યારબાદ મૃતકોનાં પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી હતી.