આસમાન સે ગીરે ખજૂર પે અટકે જેવો ઘાટ અમદાવાદ શ્રેય હોસ્પિટલના કોરોના દર્દીઓનો બન્યો છે. કોરોનની સારવાર માટે હોસ્પિટલ ગયા ત્યાં આગ ભરખી ગઈ. ગતરાત્રે અમદવાદની શ્રેય કોવિડ હોસ્પીટલમાં 8 કોરોના દર્દીઓના મોત થયા છે. અને છ્તય અમદાવાદ મનપાના સત્તાધીસો આ મામલે મૌન ગ્રહણ કરી રાખ્યું છે. આ મુદ્દે આખરે એએમસીના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી રાજીવ ગુપ્તાએ મૌન તોડ્યું છે. અને જણાવ્યુ છે કે, શ્રેય હોસ્પિટલ બિલ્ડિંગને સીલ કરાઇ છે. તમામ કોવિડ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, શ્રેય હોસ્પિટલે 300થી વધુ દર્દીઓને સાજા કર્યા છે. હોસ્પિટલ સંચાલકો રેકોર્ડ પર છે, તપાસ થશે. રાજ્ય સરકાર ત્રણ દિવસમાં પ્રાથમિક અહેવાલ આપશે. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે. ઇજાગ્રસ્ત અને બાકી કોવિડ દર્દીને SVPમાં દાખલ કરાયા છે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ઘટનાની તમામ સાચી હકિકતો બહાર લવાશે. ફાયર સેફ્ટી અંગે તપાસ કરાશે.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. આ આગમાં પાંચ પુરુષ અને ત્રણ મહિલાના મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
