Not Set/ શ્રેય હોસ્પિટલના મૃતકોને કોંગ્રેસ શ્રદ્ધાંજલી આપે તે પહેલાં જ પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત

  અમદાવાદના નવરંગપુરમાં સુરતના તક્ષશીલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી. જેમાં 8  નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આ મૃતકોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પ્રમુખ શશીકાંત અને કોંગ્રેસ સમિતિ દ્વારા આજે લૉ ગાર્ડન પાસે આ કાર્યક્રમ યોજવાનો હતો. અને મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પવાની હતી. પરંતુ કોંગ્રેસનાં કાર્યકરો […]

Ahmedabad Gujarat
1d22a3458adebd9a3ec13fe224ac1f81 શ્રેય હોસ્પિટલના મૃતકોને કોંગ્રેસ શ્રદ્ધાંજલી આપે તે પહેલાં જ પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત
1d22a3458adebd9a3ec13fe224ac1f81 શ્રેય હોસ્પિટલના મૃતકોને કોંગ્રેસ શ્રદ્ધાંજલી આપે તે પહેલાં જ પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત 

અમદાવાદના નવરંગપુરમાં સુરતના તક્ષશીલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી. જેમાં 8  નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આ મૃતકોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પ્રમુખ શશીકાંત અને કોંગ્રેસ સમિતિ દ્વારા આજે લૉ ગાર્ડન પાસે આ કાર્યક્રમ યોજવાનો હતો. અને મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પવાની હતી. પરંતુ કોંગ્રેસનાં કાર્યકરો મૃતકોને શ્રદ્ધાંજલી આપે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસનાં કાર્યકતાઓ શ્રદ્ધાંજલી આપે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. બાદમાં  પોલીસકર્મીઓ અને કોંગ્રેસના કાર્યકતાઓ વચ્ચે ઘર્ષણ  થયુ હતું. પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા પોલીસને કહેવામાં પણ આવ્યું હતું કે તેઓ ફક્ત મૃતકોને શ્રદ્ધાંજલી જ આપી રહ્યા છે. પરંતુ પોલીસ એક ની બે ના થતા કોંગ્રેના કાર્યકર્તાઓને જબરજસ્તી પોલીસની વાનમાં બેસાડી કાર્યકમ રોક્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચાર પણ બોલાવવામાં આવ્યા હતા.

માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.