Not Set/ કેરળના મુન્નારમાં ભારે વરસાદની વચ્ચે ભૂસ્ખલન, કાટમાળ નીચે 80 કામદારો દબાયા હોવાની આશંકા

ભારે વરસાદ અને પૂરને કારણે કેરળના મુન્નારમાં ભૂસ્ખલન થયું છે. અહીં ચાના બગીચાઓમાં કામ કરતા ઓછામાં ઓછા 80 મજૂરો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. કેરળના ઇડુક્કી જિલ્લાના રાજમાલા વિસ્તારમાં રાત્રે 12 થી 1 દરમિયાન ભૂસ્ખલન થયું હતું. પેટ્ટીમૂડી તે જગ્યા છે જ્યાં ભૂસ્ખલન થયું હતું. આ સ્થળે શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યા છે જ્યાં ચાના […]

Uncategorized
bf6206be2485db50450f571b2d0caf17 1 કેરળના મુન્નારમાં ભારે વરસાદની વચ્ચે ભૂસ્ખલન, કાટમાળ નીચે 80 કામદારો દબાયા હોવાની આશંકા

ભારે વરસાદ અને પૂરને કારણે કેરળના મુન્નારમાં ભૂસ્ખલન થયું છે. અહીં ચાના બગીચાઓમાં કામ કરતા ઓછામાં ઓછા 80 મજૂરો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. કેરળના ઇડુક્કી જિલ્લાના રાજમાલા વિસ્તારમાં રાત્રે 12 થી 1 દરમિયાન ભૂસ્ખલન થયું હતું. પેટ્ટીમૂડી તે જગ્યા છે જ્યાં ભૂસ્ખલન થયું હતું. આ સ્થળે શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યા છે જ્યાં ચાના વાવેતરમાં કામ કરતા મજૂરો રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂસ્ખલન તે સ્થળે થયું હતું જ્યાં કામદારોની વસાહત હતી. ત્યાં 80૦ થી વધુ લોકો રહે છે, તેમાંના મોટાભાગના લોકો તમિલનાડુના છે જે ચાના વાવેતરમાં કામ કરે છે.

સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂસ્ખલનમાંથી ફક્ત ત્રણ જ લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા, હજી પણ ઘણા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની સંભાવના છે. એનડીઆરએફ ટીમને તે સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, એક ટીમ ત્યાં પહોંચી ગઈ છે, આવી માહિતી મળી રહી છે કે સીએમ પિનરાય વિજયને ત્રિશૂરથી એનડીઆરએફની મોટી ટીમને ઇડુક્કી જવા રવાના પણ નિર્દેશ આપ્યો છે. તેમજ એસડીઆરએફ, ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે.

રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે ભારે વરસાદને કારણે ઇડુક્કી જિલ્લામાં એક અસ્થાયી પુલ ધરાશાયી થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.