Not Set/ EDએ સાડા આઠ કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી, અભિનેત્રી તપાસમાં પૂરો સહકાર ના આપ્યો

  રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. રિયા પર સુશાંતના પૈસાનો દુરૂપયોગ કરવાનો અને તેની પાસેથી પૈસા પડાવવાનો પણ આરોપ છે. જેના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ આ મામલે તપાસ કરી રહી છે. જે અંતર્ગત રિયા ચક્રવર્તીની હવે આ કેસમાં ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ એવા […]

India
b9679d2bb187354d6a1001c6877054e7 EDએ સાડા આઠ કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી, અભિનેત્રી તપાસમાં પૂરો સહકાર ના આપ્યો
b9679d2bb187354d6a1001c6877054e7 EDએ સાડા આઠ કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી, અભિનેત્રી તપાસમાં પૂરો સહકાર ના આપ્યો 

રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. રિયા પર સુશાંતના પૈસાનો દુરૂપયોગ કરવાનો અને તેની પાસેથી પૈસા પડાવવાનો પણ આરોપ છે. જેના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ આ મામલે તપાસ કરી રહી છે. જે અંતર્ગત રિયા ચક્રવર્તીની હવે આ કેસમાં ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ એવા અહેવાલો આવ્યા હતા કે રિયાએ ઇડી તપાસમાં સહકાર આપ્યો ન હતો. પૂછપરછ દરમિયાન રિયાએ અનેક બહાના આપ્યા અને કહ્યું કે તેને કંઇ યાદ નથી. નોધનીય છે કે, રિયાની આશરે સાડા આઠ કલાકથી પૂછપરછ કરવામાં આવી રહી છે. 

હકીકતમાં, રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂતના પિતા દ્વારા આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ અભિનેતાના બેંક ખાતામાંથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી છે. આ પૈસા સુશાંતના ખાતામાંથી રિયાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેના કારણે હવે ઇડી આ કેસની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં ઇડીએ રિયા ચક્રવર્તીને આજે (શુક્રવારે) પૂછપરછ માટે બોલાવી હતી.   

रिया चक्रवर्ती, सुशांत सिंह राजपूत

રિયા તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સાથે ઇડી ઓફિસ પહોંચી હતી. ઇડી દ્વારા લગભગ સાડા આઠ કલાક સુધી રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઈડી દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં સંપૂર્ણ સહકાર આપ્યો નથી. જો તેને કોઈ સવાલ પૂછવામાં આવે તો તે બહાનું બનાવી રહી હતી. આ સિવાય જ્યારે તેની કેટલીક વિગતો પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે મને કંઇ યાદ નથી. 

सुशांत सिंह राजपूत, रिया चक्रवर्ती

રિયા ચક્રવર્તીને અત્યાર સુધીમાં આ કેસમાં આરોપી માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તપાસમાં સહકાર આપવામાં તેમની નિષ્ફળતા શંકાના દાયરામાં છે. અગાઉ પણ રિયાએ તપાસમાં બિહાર પોલીસને સહકાર આપ્યો ન હતો. જ્યારે સુશાંતના પિતાએ પણ પટણામાં કેસ નોધાયો છે. ત્યારે રિયાએ આ કેસ મુંબઈ સ્થાનાંતરિત કરવાની માંગ કરી. રિયાના આવા પગલાઓથી તેની શંકાઓ વધુ તીવ્ર બની રહી છે.

सुशांत सिंह राजपूत-रिया चक्रवर्ती (फाइल फोटो)

નોંધપાત્ર વાત એ છે કે, તપાસમાં અત્યાર સુધીમાં ઘણું બહાર આવ્યું છે. રિપોર્ટ અનુસાર, રિયા ચક્રવર્તીએ મુંબઈમાં બે ફ્લેટ ખરીધ્યા છે. એક ઘર મુંબઇના ખારમાં છે  જેને તેણે લગભગ 85 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. રિયાએ આ મકાન માટે 25 લાખનું ડાઉન પેમેન્ટ કર્યું હતું. તે જ સમયે 60 લાખની હાઉસિંગ લોન લેવામાં આવી હતી. રિયાનો ફ્લેટ તેની માતા સંધ્યા ચક્રવર્તીના નામ પર છે. તે જ સમયે, રિયાએ બીજું ઘર  તેના પિતાના નામે લીધું છે. જેને તેણે વર્ષ 2012 માં 60 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.