Not Set/ કેરલ પ્લેન ક્રેશમાં વાયુસેનાનાં પૂર્વ ફાઇટર પાયલોટે પણ ગુમાવ્યો જીવ, જાણીલો કોણ હતા વિંગ કમાન્ડર..

ભારતીય વાયુ સેનાનાં ફાઇટર પાયલોટ, કપ્તાન – વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે પણ કેરલ પ્લેન ક્રેશ દુર્ધટનાનાં શિકાર બન્યા છે. કપ્તાન – વિંગ કમાન્ડર દીપક વસંત સાઠેને ઓળખનારાઓ કહે છે કે, તેઓ ભારતીય વાયુ સેનાનાં મહાન ફાઇટર પાયલોટ હતા, જેમણે 22 વર્ષની કારકિર્દી દરમિયાન સોવિયત મૂળના મિગ -21 લડાકુ વિમાનો ઉડવાનું  સૌભાગ્ય પ્રાપ્ત છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 59 […]

Uncategorized
163b39498762d79d888d062dc8d35755 કેરલ પ્લેન ક્રેશમાં વાયુસેનાનાં પૂર્વ ફાઇટર પાયલોટે પણ ગુમાવ્યો જીવ, જાણીલો કોણ હતા વિંગ કમાન્ડર..
163b39498762d79d888d062dc8d35755 કેરલ પ્લેન ક્રેશમાં વાયુસેનાનાં પૂર્વ ફાઇટર પાયલોટે પણ ગુમાવ્યો જીવ, જાણીલો કોણ હતા વિંગ કમાન્ડર..

ભારતીય વાયુ સેનાનાં ફાઇટર પાયલોટ, કપ્તાન – વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે પણ કેરલ પ્લેન ક્રેશ દુર્ધટનાનાં શિકાર બન્યા છે. કપ્તાન – વિંગ કમાન્ડર દીપક વસંત સાઠેને ઓળખનારાઓ કહે છે કે, તેઓ ભારતીય વાયુ સેનાનાં મહાન ફાઇટર પાયલોટ હતા, જેમણે 22 વર્ષની કારકિર્દી દરમિયાન સોવિયત મૂળના મિગ -21 લડાકુ વિમાનો ઉડવાનું  સૌભાગ્ય પ્રાપ્ત છે.

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 59 વર્ષીય કપ્તાન – વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે જૂન 1981 માં હૈદરાબાદ નજીકની ડુન્ડિગલની એરફોર્સ એકેડેમીમાંથી સ્નાતક થયા ત્યારે ‘સ્વોર્ડ ઓફ ઓનર’ નું સન્માન મળ્યુ હતુ. તે ભારતીય વાયુસેનાના લડવૈયા, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમી, ખડકવાસલાના પૂર્વ વિદ્યાર્થી અને એક કુશળ પાઇલટ હતા. 

સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝના નિવૃત્ત એડિશનલ કમિશનર મનમોહન બહાદુર કહે છે, “આ દુખદ ઘટના છે. કપ્તાન – વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે મારી સાથે એરક્રાફ્ટ અને સિસ્ટમ્સ ટેસ્ટીંગ એસ્ટાબ્લિશમેન્ટ સ્ટે (આઈએએફની ફ્લાઇટ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ) માં કામ કરતો હતો. તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે. ” 

આઇએએફનો એક જુનો પાયલોટ જે તેને ઓળખે છે તે કહે છે કે સાથે જૂન 1981 માં એરફોર્સમાં જોડાયો અને 2003 માં નિવૃત થયેલા. તેમણે કહ્યું કે, “તે ખૂબ જ કુશળ પાઇલટ હતો જેને ફાઇટર મીગ – 21 ઉડવાનું પસંદ હતું. તે ઘણા યુવાન પાઇલટ્સનો માર્ગદર્શક હતો. 

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન કોઝિકોડ એર-વે પર એરસ્ટ્રીપ થયુ અને ખીણમાં પડી જતા બે ટુકડા થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત નીપજ્યાં છે. વિમાન દુબઈથી 200 લોકો સાથે રવાના થયું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews