Not Set/ #કેરળપ્લેનક્રેશ/ મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર, હરદીપસિંહ પૂરીએ કર્યું એલાન

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી વિમાન દુર્ઘટના પછીની રાહત કામગીરી અને પરિસ્થિતિનો હિસ્સો લેવા કોઝિકોડ પહોંચ્યા છે. કોઝિકોડ પહોંચ્યા પછી, તેમણે વરિષ્ઠ નાગરિક ઉડ્ડયન અધિકારીઓ, વ્યાવસાયિકો સાથે ચર્ચા કરી. આ પછી, તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી. આ સાથે જ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ અને ઈજાગ્રસ્તોને […]

Uncategorized
f46f15044ecbb675c6baa6f23b096651 1 #કેરળપ્લેનક્રેશ/ મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર, હરદીપસિંહ પૂરીએ કર્યું એલાન

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી વિમાન દુર્ઘટના પછીની રાહત કામગીરી અને પરિસ્થિતિનો હિસ્સો લેવા કોઝિકોડ પહોંચ્યા છે. કોઝિકોડ પહોંચ્યા પછી, તેમણે વરિષ્ઠ નાગરિક ઉડ્ડયન અધિકારીઓ, વ્યાવસાયિકો સાથે ચર્ચા કરી. આ પછી, તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી. આ સાથે જ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1 લાખ અને ઈજાગ્રસ્તોને 50000 રૂપિયા આપવામાં આવશે.

અગાઉ હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે ‘અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં બે પાયલોટનો સમાવેશ થાય છે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. 127 લોકો હોસ્પિટલમાં દાખલ છે. સારું છે કે વિમાનમાં આગ લાગી ન હતી.

દુબઇથી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ શુક્રવારે રાત્રે ભારે વરસાદ વચ્ચે કોઝિકોડ એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી લપસી પડતાં તે 35 ફૂટ ઉંડા ખાડામાં ધસી ગઈ હતી અને બે ટુકડા થઈ ગઈ હતી.

જણાવીએ કે, વિમાનમાં 184 મુસાફરો હતા જેમાં 10 નવજાત શિશુઓ, બે પાયલોટ અને ચાર ક્રૂ સભ્યો હતા. 19 માંથી 18 મૃતદેહોની ઓળખ થઈ છે, જ્યારે 1 લાશની ઓળખ થઈ શકી નથી. કોવિડ પ્રોટોકોલ અંતર્ગત તમામ મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.