Not Set/ PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, 8.5 કરોડ ખેડ઼ૂતોનાં ખાતામાં જમા કરાવ્યો છઠ્ઠો હપ્તો

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાની ભંડોળ સુવિધા શરૂ કરી છે. સરકારે જુલાઈમાં કૃષિ માળખાગત પ્રોજેક્ટ્સ માટે રાહતદરે લોન આપવા માટે રૂ.1 લાખ કરોડનાં ભંડોળ સાથે એગ્રિ-ઇન્ફ્રા ફંડની સ્થાપનાને મંજૂરી આપી હતી. આ સાથે વડા પ્રધાને આ વીડિયો કોન્ફરન્સમાં બટન દબાવતા 8.5 કરોડ ખેડૂતોનાં ખાતામાં […]

India
47fc22451be0004a5c81f57b48daae8d PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, 8.5 કરોડ ખેડ઼ૂતોનાં ખાતામાં જમા કરાવ્યો છઠ્ઠો હપ્તો
47fc22451be0004a5c81f57b48daae8d PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, 8.5 કરોડ ખેડ઼ૂતોનાં ખાતામાં જમા કરાવ્યો છઠ્ઠો હપ્તો 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાની ભંડોળ સુવિધા શરૂ કરી છે. સરકારે જુલાઈમાં કૃષિ માળખાગત પ્રોજેક્ટ્સ માટે રાહતદરે લોન આપવા માટે રૂ.1 લાખ કરોડનાં ભંડોળ સાથે એગ્રિ-ઇન્ફ્રા ફંડની સ્થાપનાને મંજૂરી આપી હતી. આ સાથે વડા પ્રધાને આ વીડિયો કોન્ફરન્સમાં બટન દબાવતા 8.5 કરોડ ખેડૂતોનાં ખાતામાં 17,000 કરોડ રૂપિયાની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો છઠ્ઠો હપ્તો બહાર પાડ્યો. આ હપ્તા તાત્કાલિક ખેડૂતોનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

વડા પ્રધાને ટ્વિટ કર્યું હતું કે, તેઓ રવિવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ એક લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધા શરૂ કરશે અને પીએમ-કિસાન યોજનાહેઠળ સહાય રકમનો છઠ્ઠો હપ્તો પણ બહાર પાડશે. એગ્રિ-ઇન્ફ્રા ફંડ એ કોરોના વાયરસ સંકટની અસરોને ઘટાડવા માટે સરકારે જાહેર કરેલા રૂ.20 લાખ કરોડનાં રાહત પેકેજનો એક ભાગ હતો. એગ્રિ-ઇન્ફ્રા ફંડનો સમયગાળો 2029 સુધી 10 વર્ષ માટે છે. તેનું ધ્યેય વ્યાજ સબવેશન અને આર્થિક સહાયતા દ્વારા લણણી પછીનાં મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમુદાયની ખેતી માટેનાં વ્યવહાસ પ્રોજેક્ટમાં રોકાણ માટે મધ્યમથી લાંબા ગાળાનાં દેવા ધિરાણની સુવિધા આપવાનું છે. આ પગલાનો હેતુ ગ્રામીણ ક્ષેત્રમાં ખાનગી રોકાણ વધારવાનો અને વધુ રોજગાર પેદા કરવાનો છે.

એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં એક લાખ કરોડ રૂપિયા પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, ખેડૂત જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ-ઉદ્યમીઓ, પ્રારંભિક અને કૃષિ તકનીક સાથે સંકળાયેલા લોકોને લોન તરીકે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. લોન ચાર વર્ષમાં વહેંચવામાં આવશે. વર્તમાન નાણાકીય વર્ષમાં 10,000 કરોડ અને આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન પ્રત્યેકમાં 30,000 કરોડનું વિતરણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.