Not Set/ અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રન ની ઘટના ઘટી, આધેડે ખોયો જીવ

અમદાવાદમાં નિકોલ રીંગરોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની વિગતો વિદિત છે. કોઇ અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું અકસ્માતે મોત નોંધવામાં આવતા પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી ગુના સબબ વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પૂર્વે પણ પૂરપાટ ચાલતા વાહનો […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં નિકોલ રીંગરોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની વિગતો વિદિત છે. કોઇ અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું અકસ્માતે મોત નોંધવામાં આવતા પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી ગુના સબબ વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પૂર્વે પણ પૂરપાટ ચાલતા વાહનો અને ખાસ કરીને રાત્રે ભરે ઝડપે ચાલતી ગાડીઓ દ્વારા અનેક વખત હિટ એન્ડ રનનાં ગુના આકાર લઇ ચૂક્યા છે, ઘણા કેસ તો દેશભરમાં ચર્ચાનો વિષય પણ રહ્યા છે અને આમ દિવસોમાં ભૂલાઇ ગયેલા કેસ સમયાંતરે યાદ પણ કરવામાં આવે છે, ત્યારે હિટ એન્ડ રનનાં કેસ લોકોની પોતાની ભૂલ પ્રત્યેનાં અને માનવતા માટેનાં પોતાનાં નજરીયો બને નાં કારણે અકસ્માત કરતા વઘુ ગંભીર ગણવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews