Not Set/ રાજસ્થાન સત્તા સંગ્રામ/ સચિન પાયલોટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સતત બલાદય રહેલા ઘટનાક્રમ દરમિયાન પાર્ટીમાંથી બળવો કરનારા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટે  કોંગ્રેસના ટોચના નેતૃત્વ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નેતાઓ વચ્ચે બેઠક હજી ચાલુ છે. જણાવીએ કે, રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોએ સચિન પાયલોટ અને તેના ટેકેદાર ધારાસભ્યો […]

Uncategorized
8793036c7660982d52ce30972e1fc980 1 રાજસ્થાન સત્તા સંગ્રામ/ સચિન પાયલોટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કરી મુલાકાત

રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સતત બલાદય રહેલા ઘટનાક્રમ દરમિયાન પાર્ટીમાંથી બળવો કરનારા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટે  કોંગ્રેસના ટોચના નેતૃત્વ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નેતાઓ વચ્ચે બેઠક હજી ચાલુ છે. જણાવીએ કે, રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોએ સચિન પાયલોટ અને તેના ટેકેદાર ધારાસભ્યો પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેનાથી કોંગ્રેસમાં ફરી એકવાર હંગામો મચ્યો છે.

જણાવી દઈએ કે, અગાઉ કોંગ્રેસના સૂત્રોએ કહ્યું હતું કે રાહુલ ગાંધી હજી પણ કોંગ્રેસના દરવાજા પાયલોટ માટે ખુલ્લા રાખવા માગે છે. બીજી તરફ, અશોક ગેહલોતે રવિવારે ધારાસભ્યોને વિધાનસભામાં તેટલી જ એકતા બતાવવા કહ્યું, જેમણે તેઓ અત્યાર સુધી બતાવ્યા છે.

જેસલમેર રિસોર્ટમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષ અને સહાયક પક્ષોની બેઠકમાં સંબોધન કરતાં ગેહલોતે કહ્યું કે, આપણે બધા લોકશાહીના લડવૈયા છીએ. અમે આ યુદ્ધ જીતવા જઈ રહ્યા છીએ અને સાડા ત્રણ વર્ષ પછીની ચૂંટણીમાં જીતીશું. “

તેમણે ધારાસભ્યોને તૈયારી સાથે ગૃહમાં જવા અને પછી તેમના સંબંધિત મતક્ષેત્રોમાં જઈને લોકકલ્યાણના કાર્યોની સૂચિ રજૂ કરવા જણાવ્યું છે જેથી સરકાર તેમના પર કામ કરી શકે. રાજકીય ગરબડ અને રાજ્યમાં કોરોના વાયરસની કટોકટીથી સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.