Not Set/ COVID-19ને લીધે અર્થ વ્યવસ્થાને 10 લાખ કરોડનું નુકસાન : નીતિન ગડકરી

  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે નિષ્ણાતોના મતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને COVID-19 રોગચાળાને કારણે 10 લાખ કરોડની બજેટ ખાધ થશે.  39 મા નેશનલ મેડિકલ બોર્ડના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરતાં ગડકરીએ કહ્યું કે, “નિષ્ણાતો કહે છે કે કોવિડ –19 રોગચાળાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારને 10 લાખ કરોડનું નુકશાન થવાની […]

India
36bac17600ee0330d5b9f640c824453d COVID-19ને લીધે અર્થ વ્યવસ્થાને 10 લાખ કરોડનું નુકસાન : નીતિન ગડકરી
36bac17600ee0330d5b9f640c824453d COVID-19ને લીધે અર્થ વ્યવસ્થાને 10 લાખ કરોડનું નુકસાન : નીતિન ગડકરી 

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે નિષ્ણાતોના મતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને COVID-19 રોગચાળાને કારણે 10 લાખ કરોડની બજેટ ખાધ થશે.  39 મા નેશનલ મેડિકલ બોર્ડના સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરતાં ગડકરીએ કહ્યું કે, “નિષ્ણાતો કહે છે કે કોવિડ19 રોગચાળાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારને 10 લાખ કરોડનું નુકશાન થવાની ભીતિ છે. એટ્લે જ આપણે  રૂ ની વાટ માં તેલ મૂકીને તેને પમ્પ કરવાની જરૂર છે નહીં તો ઉદ્યોગ અને વ્યવસાયો ચાલશે નહીં. “

એક ઉદાહરણ આપતા ગડકરીએ કહ્યું, “જેમ કે ખેડૂત પાસે પૈસા નથી, તો તે મોટરસાયકલ કેવી રીતે ખરીદશે, તે પેટ્રોલનો કેવી રીતે ઉપયોગ કરશે અથવા હોટલ અથવા રેસ્ટોરન્ટમાં ખર્ચ કરશે અથવા નવા કપડા ખરીદશે. તેથી જમાપૂંજી ગરીબ લોકો સુધી પહોંચવી જોઈએ.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓ વિકસાવવાની જરૂર છે જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે.

તેમણે કહ્યું કે, “આ માટે, અમે નક્કી કર્યું છે કે આપણા 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓ કે જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે, આપણે તેમની અર્થવ્યવસ્થા વિકસિત કરવી જોઈએ.” ગડકરીએ કહ્યું કે, કોરોના વાયરસ સામે અર્થતંત્રમાં સુધારો કરવો તે એટલું જ મહત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.