Not Set/ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર BJP ની પૂરી નજર

કોંગ્રેસ માટે રવિવારે રાજસ્થાનમાં શરૂ થયેલ રાજકીય સંકટ હવે જોર પકડ્યું છે. સચિન પાયલોટનાં બળવાખોર વલણને જોઈને કોંગ્રેસ તેની કિલ્લેબંધી મજબૂત કરવામાં વ્યસ્ત છે, જ્યારે ભાજપ આ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. ભાજપ હવે રાહ જોઈ રહ્યું છે કે સચિન પાયલોટનું આગળનું પગલું શું હશે. જોકે સુત્રો કહે છે કે સચિનનાં બળવામાં ભાજપની […]

India
327dac8f985ffb7f76391387a6e9a6f1 1 રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર BJP ની પૂરી નજર

કોંગ્રેસ માટે રવિવારે રાજસ્થાનમાં શરૂ થયેલ રાજકીય સંકટ હવે જોર પકડ્યું છે. સચિન પાયલોટનાં બળવાખોર વલણને જોઈને કોંગ્રેસ તેની કિલ્લેબંધી મજબૂત કરવામાં વ્યસ્ત છે, જ્યારે ભાજપ આ સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. ભાજપ હવે રાહ જોઈ રહ્યું છે કે સચિન પાયલોટનું આગળનું પગલું શું હશે.

જોકે સુત્રો કહે છે કે સચિનનાં બળવામાં ભાજપની કોઈ ભૂમિકા નથી, તે કોંગ્રેસની અંદરની આંતરિક લડાઇ છે. નિષ્ણાંતો કહે છે કે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારનું પતન સહેલું નહીં બની શકે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંખ્યાબળનો મોટો તફાવત છે. ભાજપ સચિનની સાથે કેટલા ધારાસભ્યો છે તે જોવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગેહલોત સરકારને પછાડવા માટે ઓછામાં ઓછા ત્રણ કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામું આપવું જરૂરી છે. વિધાનસભાનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ લાંબો હોવાથી ધારાસભ્યો આ જોખમ લે તેવી સંભાવના ઓછી છે. બીજી તરફ, વસુંધરા રાજેએ ધૌલપુરથી સચિન પાયલોટની તરફેણમાં નિવેદન જારી કર્યું હતું. તેમણે કહ્યું કે, અશોક ગેહલોત સચિન સાથે ગેરવર્તન કરતા હતા. તેની સાથે અન્યાય કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, સચિન પાયલોટ મામલાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓને જયપુર મોકલ્યા હતા. બપોરે 2.30 વાગ્યે, આ નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પાસે 109 ધારાસભ્યોનાં સમર્થન પત્રો છે અને કેટલાક અન્ય ધારાસભ્યો સાથે વાત થઇ રહી છે. કોંગ્રેસે આજે સવારે 10.30 વાગ્યે ધારાસભ્યોની બેઠક પણ બોલાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.