Not Set/ સચિન કરતાં રાજકારણમાં મોટા પાયલટ સાબિત થયાં અશોક ગેહલોત

  રાજસ્થાન રાજકારણના અઠંગ ખેલાડી અશોક ગેહલોતે બાગી પાયલટને રીતસર મજબૂર કરી દીધા. ગેહલોતે એવો દાવ અજમાવ્યો કે સચિનને ઘરવાપસી માટે મજબૂર થવુ પડયું. અને તે પણ એવી રીતે જેવી રીતે ગેહલોત ઇચ્છતા હતા. એટલે આ સમગ્ર રાજકીય ડ્રામામાં ગેહલોત જ મોટા પાયલટ સાબિત થયા છે. સમગ્ર રાજકીય ડ્રામામાં ગેહલોત પહેલાંથી જ એક્ટિવ થઇ ગયા […]

India
7e58074aa6ddb189ce92b712f9e1117c 1 સચિન કરતાં રાજકારણમાં મોટા પાયલટ સાબિત થયાં અશોક ગેહલોત
 

રાજસ્થાન રાજકારણના અઠંગ ખેલાડી અશોક ગેહલોતે બાગી પાયલટને રીતસર મજબૂર કરી દીધા. ગેહલોતે એવો દાવ અજમાવ્યો કે સચિનને ઘરવાપસી માટે મજબૂર થવુ પડયું. અને તે પણ એવી રીતે જેવી રીતે ગેહલોત ઇચ્છતા હતા. એટલે આ સમગ્ર રાજકીય ડ્રામામાં ગેહલોત જ મોટા પાયલટ સાબિત થયા છે.

સમગ્ર રાજકીય ડ્રામામાં ગેહલોત પહેલાંથી જ એક્ટિવ થઇ ગયા હતા. ગેહલોતે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમની એફઆઇઆર નોધાવી. અને સચિન પાયલટની સામે રાજદ્રોહની કલમ પણ લગાવી. સાબિતી હોવાની વાત પણ કરી. અને ઓડિયો રેકોર્ડિંગનો પણ હવાલો આપ્યો. એટલું જ નહી, તે ઉપરાંત બાગીઓમાં પણ પહેલાં દિવસથી જ ફૂટફાટ જોવા મળી. સચિન પાયલટના સમર્થકો ગેહલોતના ખેમામાં આવી ગયા. ગેહલોતે ભાજપ પર સરકારને પાડી દેવાનું કાવતરૂ રચવાનો આરોપ લગાવ્યો. સીધી રીતે સચિન પાયલટને તે કાવતરાનો ભાગ ગણાવ્યો.

તેની સાથે ગેહલોતે કોંગ્રેસ હાઇકમાન્ડને ગેહલોતે સરકાર બચાવી લેવાનો ભરોસો આપ્યો. પાયલટની સામે એકશનની રૂપરેખા પણ તૈયાર કરાવી. ગેહલોતે ચારે તરફ ફિલ્ડીંગ લગાવી દીધી. ભાજપને પોતાના ધારાસભ્ય બચાવવા દોડવું પડ્યું. એટલું જ નહી, ગેહલોતે વિધાનસભાના સ્પીકર મારફતે પાયલટ ગુ્પને નોટીસ પણ ફટકારી અને વિધાનસભાનું સત્ર બોલાવવા માટે રાજયપાલ સામે અડી ગયા.

તો બીજી તરફ સચિન પાયલટ ૧૨ જૂલાઇએ જયારે દિલ્હીના માનેસર પહોચ્યા તો તેમની પાસે ધારાસભ્યોની સંખ્યા ૨પ હતી. તેમાંથી ત્રણ કોંગ્રેસના ધારાસભ્યો કારણ બતાવીને જયપુર ભાગી ગયા. હવે પાયલટ પાસે ૨૨ ધારાસભ્યો બચ્યાં. જેમાંથી ત્રણ અપક્ષ હતા. પાયલટની આ બગાવતનો ગેહલોત પર કોઇ અસર ન પડી. તેમણે ૧૦૨ ધારાસભ્યોના સમર્થનની યાદી સોપી દીધી એટલ કે, પાયલટ સમર્થક ત્રણ ધારાસભ્યો પરત આવી ગયા તેમજ તેમની કમજોરી સાબિત થઇ.

તે ઉપરાંત પાયલટની સાથે હાજર કેટલાક ધારાસભ્યોમાં પણ તેમના ભવિષ્યને લઇને શંકાઓ થવા લાગી. આ બદલાવને ગેહલોતે ધારાસભ્યોને લખેલા ખુલ્લા પત્રની પણ અસર માનવામાં આવે છે. તેનાથી ભંવરલાલ શર્મા અને બીજા ધારાસભ્યોના ગેહલોત સમર્થન બાદ સચિન પાયલટની પાસે કોઇ વિકલ્પ ન બચ્યો. અને ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ હવે પાયલટને છોડીને ગેહલોત ખેમામાં આવી ગયા છે.        

બીજી તરફ ભાજપનો ખેમો પણ કોંગ્રેસની સરકારને પાડીને પોતાની સરકાર બનાવવામાં સક્ષમ ન જોવા મળ્યો. સચિન પાયલટને એ વાતનો પણ ડર હતો કે, વસુંધરા રાજે જૂથના ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરીને ગેહલોત સરકારને ન બચાવી લે પાર્ટીએ જયારે ધારાસભ્યોને રાજસ્થાનની બહાર મોકલવાનો નિર્ણય લીધો તો માત્ર ૨૦ ધારાસભ્યો જ ગુજરાત આવ્યા. વસુંધરા જુથના કેટલાક ધારાસભ્યો માટે તો રાહ જોઇને હેલીકોપ્ટર પણ દિવસભર ઉભુ રહયું. પણ તેઓ જવા એકના બે ન થયા. રાજસ્થાનમાં જ રહયા. હવે જયારે, ૧૪ ઓગસ્ટે વિધાનસભા સત્ર શરૂ થવા થઇ રહયુ છે. ત્યારે માનવામાં આવી રહયુ છે કે સરકાર ફલોર ટેસ્ટ કરાવી લે.જો કે.,પ્રસ્તાવમાં તેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પણ જો સત્ર ચલાવવાની સ્થિતીમાં કોંગ્રેસ વ્હીપ જાહેર કરતી.અને સચિન પાયલટ સહીત અન્ય ધારાસભ્યોને સદનમાં આવવું પડતું. તેવામાં સચિન પાયલટ અને તેમના જુથના નેતાઓની સદસ્યતા પર ખતરો પેદા થઇ જાય. જો કે ગેહલોતે સ્પીકર પાસે આ ધારાસભ્યોની સદસ્યતા રદ્દ કરવાનો પ્રયાસ પણ કર્યો. પણ કોર્ટની દખલને લીધે એવું ન થઇ શક્યું. બીજી તરફ સચિન પાયલટ સતત કહી રહયા હતા કે તેઓ પાર્ટીની સાથે છે. પણ તેમણે માનેસરમાં ડેરો નાખ્યો છે. તેઓ પાર્ટી નેતાઓના સંપર્કમાં હતા. તો કોંગ્રેસ હાઇકમાન્ડ પણ પાયલટને મનાવવામાં લાગ્યુ હતું. પ્રિયંકાગાંધીથી લઇને કપિલ સિબ્બલ સુધી. પાયલટના સસરા અને જમ્મુ કાશ્મીરના પુર્વ સીએમ ફારૂખ અબદુલ્લાએ પણ વાત કરી. સચિન પાયલટની માતા સાથે પણ વાત કરવામાં આવી. અને પારિવારિક સંબંધોનો પણ હવાલો અપાયો. જો કે., હાલ..,સચિન પાયલટની નારાજગી દુર થઇ ગઇ. અને અશોક ગેહલોત ગંભીર આરોપો અને વ્યક્તિગત ટીપ્પ્ણીઓ કરવા છતાં એ રાત ગઇ વાત ગઇ. જેવા નિવેદનો આપીને માહોલ સરળ બનાવી રહયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.