Not Set/ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દેશવ્યાપી દરોડા: કરોડોનો હવાલા કરોબાર ઝડપાયો

  ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દેશમાં વિવિધ સ્થળો પર દરોડા પડ્યા છે. જેમાં દિલ્હી- NCR, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત 21 સ્થળો પર દરોડા પાડીને 1000 કરોડ રૂપિયાથી વધુનું હવાલા ટ્રાન્ઝેક્શન પકડી પાડ્યું હતું. ગુપ્તમાહિતી અને નકલી ભારતીય પાસપોર્ટ ધરાવતા ચાર્લી પેંગ નામના ચીની શખ્સની ધરપકડના આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં. ચાર્લી પેંગનું અસલી નામ લુઓ સંગ […]

India
b1d7ee8d380c302ed8bef30cf8b70733 1 ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દેશવ્યાપી દરોડા: કરોડોનો હવાલા કરોબાર ઝડપાયો
 

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દેશમાં વિવિધ સ્થળો પર દરોડા પડ્યા છે. જેમાં દિલ્હી- NCR, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત 21 સ્થળો પર દરોડા પાડીને 1000 કરોડ રૂપિયાથી વધુનું હવાલા ટ્રાન્ઝેક્શન પકડી પાડ્યું હતું. ગુપ્તમાહિતી અને નકલી ભારતીય પાસપોર્ટ ધરાવતા ચાર્લી પેંગ નામના ચીની શખ્સની ધરપકડના આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં. ચાર્લી પેંગનું અસલી નામ લુઓ સંગ હોવાનું માનવામાં આવે છે. ચાર્લીની ધરપકડ કરીને તેના 10 બેંક એકાઉન્ટફ્રીઝ કર્યા હતા. દરોડામાં કેટલાક ચીની નાગરિકો તેના ભારતીય સહયોગી વિરુધ્ધ તપાસ કરવામાં આવી હતી. આ રેકેટમાં ઘરના ઘાતકી થયા હોય એમ કેટલાક ચીની નાગરિક, તેના ભારતીય સહયોગી અને બેંક કર્મચારીઓ સામેલ હોવાનું સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સેઝ (CBDT)એ મંગળવારે સાંજે જણાવવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર શેલ કંપનિઓના માધ્યમથી મની લોન્ડ્રિગ દેશભરમાં થઈ રહ્યાનું જાણવા મળ્યું હતુ જોકે હાલ સુધી સીબીડીટીએ કંપનીના નામ જાહેર કર્યા નથી. સીબીડીટીએ કહ્યું હતું કે દરોડા દરમિયાન હલાવા લેવડ દેવડ અને મની લોન્ડ્રિંગના દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યાં છે. શરૂઆતમાં 300 કરોડ રૂપિયાના હવાલા કારોબાર વિશે જાણ થઈ હતી,જોકે આ આંકડો 1000 કરોડ રૂપિયાથી વધુ છે. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસાઓ થવાની શંકા સેવાઈ રહી છે. આઈટી ડિપાર્ટમેન્ટની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચીની નાગરિકોના આદેશ પર બનાવટી કંપનીઓના 40 થી વધુ બેંક એકાઉન્ટમાં 1000 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવામાં આવી છે. આ લેવડ દેવડ માટે હોંગકોંગ અને યુએસ ડોલરનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.