Not Set/ સીમા વિવાદ વચ્ચે ભારત – નેપાળના વિદેશ સચિવ દ્વિપક્ષીય કરશે વાટાઘાટો

ચીનના પ્રભાવ હેઠળ આવેલા નેપાળની વિરોધી વાત ભારત સાથેના તેમના સંબંધોમાં સતત જોવા મળી રહી છે. બંને દેશોના સંબંધોમાં ઉદ્ભવતા તનાવ વચ્ચે 17 ઓગસ્ટે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ રહી છે. આ વચ્ચે ભારતીય રાજદૂત વિજય મોહન ક્વાત્રા અને નેપાળના વિદેશ સચિવ શંકરદાસ બેરાગી 17 ઓગસ્ટે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મે મહિનામાં નેપાળ દ્વારા નવો રાજકીય નકશો બહાર […]

Uncategorized
225ab5147937defcefa8ff49c68a8f47 સીમા વિવાદ વચ્ચે ભારત - નેપાળના વિદેશ સચિવ દ્વિપક્ષીય કરશે વાટાઘાટો
225ab5147937defcefa8ff49c68a8f47 સીમા વિવાદ વચ્ચે ભારત - નેપાળના વિદેશ સચિવ દ્વિપક્ષીય કરશે વાટાઘાટો

ચીનના પ્રભાવ હેઠળ આવેલા નેપાળની વિરોધી વાત ભારત સાથેના તેમના સંબંધોમાં સતત જોવા મળી રહી છે. બંને દેશોના સંબંધોમાં ઉદ્ભવતા તનાવ વચ્ચે 17 ઓગસ્ટે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ રહી છે. આ વચ્ચે ભારતીય રાજદૂત વિજય મોહન ક્વાત્રા અને નેપાળના વિદેશ સચિવ શંકરદાસ બેરાગી 17 ઓગસ્ટે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મે મહિનામાં નેપાળ દ્વારા નવો રાજકીય નકશો બહાર પાડવામાં આવ્યો ત્યારથી આવી પરિસ્થિતિ પર પહેલીવાર બેઠક યોજાશે. 

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય મોહન ક્વાત્રા અને શંકરદાસ બેરાગી વચ્ચેનો આ સંવાદ સમીક્ષા પ્રક્રિયા હેઠળ ભારત અને નેપાળ વચ્ચેના નિયમિત સંવાદનો એક ભાગ છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “બંને દેશો વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય આર્થિક અને વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને સમયાંતરે વાતચીત કરવા માટે સમીક્ષા પ્રક્રિયાની ગોઠવણી 2016 માં કરવામાં આવી હતી.”

આપને જણાવી દઈએ કે,  8 મેના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઉત્તરાખંડના ધરચુલાને લીપુલેખ પાસથી જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 80 કિલોમીટરના માર્ગનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો હતો.ચીનના ઉશ્કેરણી પર નેપાળે આ માર્ગનો જોરદાર વિરોધ કર્યો. તેણે દાવો કર્યો હતો કે આ રસ્તો તેના વિસ્તારમાંથી પસાર થાય છે. 

બીજી તરફ, ચીન પૂર્વી લદ્દાખમાં ભારત સાથે છેતરપિંડી કરીને પોતાના ઇરાદાને પાર પાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું, જ્યારે ડ્રેગન નેપાળને ભારત સામે ઉભા રાખીને એક અલગ ચાલ કરી. ચીનના કહેવા પર, નેપાળે એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો, જેમાં લીપુલેખ, કલાપાણી અને લિમ્પીયાધુરાને તેના ક્ષેત્રમાં બતાવવામાં આવ્યો. જ્યારે ભારત આ વિસ્તારોને પોતાનું માને છે. જૂનમાં, નેપાળની સંસદે દેશના નવા રાજકીય નકશાને મંજૂરી આપી હતી, જેના પર ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.