Not Set/ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયુ હોવાના Fake News પર પુત્ર અભિજીતે આપી તીખી પ્રતિક્રિયા

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. આર્મી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, મુખર્જીની હાલત હજી સ્થિર છે અને તેમને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન ઘણી એવી પણ અફવાઓ સામે આવી રહી છે કે, પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન થઇ ગયુ છે. જો કે આ વાતને તેમના […]

India
a4c2ed131bc52bb8fc0d1beccac610a5 પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયુ હોવાના Fake News પર પુત્ર અભિજીતે આપી તીખી પ્રતિક્રિયા
a4c2ed131bc52bb8fc0d1beccac610a5 પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયુ હોવાના Fake News પર પુત્ર અભિજીતે આપી તીખી પ્રતિક્રિયા

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. આર્મી હોસ્પિટલે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, મુખર્જીની હાલત હજી સ્થિર છે અને તેમને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન ઘણી એવી પણ અફવાઓ સામે આવી રહી છે કે, પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન થઇ ગયુ છે. જો કે આ વાતને તેમના પુત્રએ ટ્વીટ દ્વારા નકારી છે.

પૂર્વ રાષ્ટ્રપતિનાં પુત્ર અભિજીત મુખર્જીએ તાજેતરમાં ચાલી રહેલી અફવાને પૂરી રીતે નકારી દીધી છે. તેમણે ટ્વીટ દ્વારા લખ્યુ છે કે, મારા પિતા પ્રણવ મુખર્જી હજી જીવંત છે અને હેમોડાયનેમિકલી સ્થિર છે! નામાંકિત પત્રકારો દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાયેલી અટકળો અને બનાવટી સમાચારો સ્પષ્ટપણે બતાવે છે કે મીડિયા ભારતમાં નકલી સમાચારોનું કારખાનું બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રણવ મુખર્જીએ સોમવારે લખ્યું કે, હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં, મારા સંપર્કમાં આવેલા બધા લોકો કોરોના ટેસ્ટ કરાવી લે, પોતાને પણ અલગ કરી લે. આર્મી હોસ્પિટલનાં અધિકારીઓએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિનાં બ્રેનમાં લોહીનું ગાંઠ થઇ હતી. જેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી છે. તેમની સર્જરી સફળ રહી છે. હાલ તે વેન્ટિલેટર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.