Not Set/ રાહુલ ગાંધીએ વેક્સીનને લઇને PM મોદીને આપી આ સલાહ

કોંગ્રેસ નેતા અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોનાવાયરસથી ફેલાયેલા કોવિડ-19 ની રસી અંગે આજે ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું કે, ભારત કોવિડ-19 રસી બનાવનારા દેશોમાંનો એક હશે, પરંતુ તેમણે સમાન પ્રવેશ માટે વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત વિશે પણ વાત કરી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘ભારત કોવિડ-19 રસી બનાવનારા દેશોમાં જોડાશે. દેશને […]

India
1da7a3a335f01e40664b61da04f9f2d3 1 રાહુલ ગાંધીએ વેક્સીનને લઇને PM મોદીને આપી આ સલાહ

કોંગ્રેસ નેતા અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કોરોનાવાયરસથી ફેલાયેલા કોવિડ-19 ની રસી અંગે આજે ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે કહ્યું કે, ભારત કોવિડ-19 રસી બનાવનારા દેશોમાંનો એક હશે, પરંતુ તેમણે સમાન પ્રવેશ માટે વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત વિશે પણ વાત કરી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘ભારત કોવિડ-19 રસી બનાવનારા દેશોમાં જોડાશે. દેશને એક સ્પષ્ટ, સર્વસામાન્ય અને ન્યાયી વ્યૂહરચનાની જરૂર છે જેથી રસીની ઉપલબ્ધતા સમાન રહે અને દરેકને રસી સુધી પહોંચ મળે.

આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધીએ કોરોના પર ગ્રાફ શેર કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ઝાટકણી કાઠતા તેમણે લખ્યું કે, જો આ વડા પ્રધાનની “સંભાળેલી સ્થિતિ” છે તો “બગડેલી પરિસ્થિતિ” કોને કહેવાયઆપને જણાવી દઇએ કે, ગયા મહિને, ‘Novel Ideas in Science and Ethics of Vaccines against COVID-19 pandemic’ વિષય પર આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય મંત્રાલયનાં અધિકારીઓએ માહિતી આપી હતી કે સરકાર અને સંબંધિત સંસ્થાઓ વિચારણા કરી રહી છે- અમે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે રસી તૈયાર થાય ત્યારે પહેલી વાર કોને આપવામાં આવશે. આ માટે સરકાર આવા લોકોનાં સમૂહોની ઓળખ કરી રહી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયમાં નિયુક્ત વિશેષ ફરજ પરનાં અધિકારી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે પ્રાથમિકતાનાં આધારે કોણે પ્રથમ રસી લેવી જોઈએ, આ વિષયની સરકારની અંદર અને બહાર ચર્ચા કરવામાં આવી રહી છે.

આ સેમિનારમાં, નીતિ આયોગનાં સભ્ય અને કોવિડ-19 રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સનાં સભ્ય, વી કે પોલે કહ્યું હતું કે, રસી સુધી પહોંચવામાં સમાનતા અને માનવાધિકારનાં સિદ્ધાંતને ટોચ પર મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, અમે અમીર-ગરીબનો ભેદભાવ નહીં થવા દઈશું. આ અમને સ્વીકાર્ય નથી. તેથી, અમે જરૂરિયાતમંદો અનુસાર રસી મેળવવા માટે સમૂહોની ઓળખ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.