Not Set/ BJP નેતા નારાયણ રાણેએ કહ્યું – સુશાંતની હત્યા થઈ છે, મુંબઈ પોલીસ દબાણ હેઠળ કરી રહી છે તપાસ

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને લઈએ હવે રાજનીતિએ પણ જોર પકડ્યું છે. રવિવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ આ કેસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે શિવસેનાના નિવેદનથી શંકા ઉભી થઇ રહી છે. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસ દબાણ હેઠળ કેસની તપાસ કરી રહી છે. એટલું જ નહીં, તેઓએ એમ […]

Uncategorized
9b30938615d238dada643b4235573b4d 1 BJP નેતા નારાયણ રાણેએ કહ્યું - સુશાંતની હત્યા થઈ છે, મુંબઈ પોલીસ દબાણ હેઠળ કરી રહી છે તપાસ

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને લઈએ હવે રાજનીતિએ પણ જોર પકડ્યું છે. રવિવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નારાયણ રાણેએ આ કેસ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે શિવસેનાના નિવેદનથી શંકા ઉભી થઇ રહી છે. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસ દબાણ હેઠળ કેસની તપાસ કરી રહી છે. એટલું જ નહીં, તેઓએ એમ પણ કહ્યું કે સુશાંતની  હત્યા થઇ છે.

 એક ખાનગી ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે સુશાંતને ન્યાય માટે સીબીઆઈ તપાસ થવી જોઇએ. સુશાંત અને દિશા સલિયાનના કેસમાં સંબંધિત છે. તેમણે કહ્યું કે આ હત્યા છે, આત્મહત્યા નથી. રાણેએ કહ્યું કે શિવસેનાના નિવેદનથી શંકા ઉભી થાય છે.

રાજ્ય મંત્રી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મેં આદિત્ય ઠાકરેનું નામ લીધું નથી. જ્યારે તેઓ કેસ સાથે સંબંધિત નથી ત્યારે તેઓ કેમ બોલી રહ્યા છે? તેમનું કહેવું છે કે મુંબઈ પોલીસ દબાણ હેઠળ તપાસ કરી રહી છે અને સીબીઆઈની તપાસથી સત્ય સામે આવશે. ભાજપ નેતાએ કહ્યું કે આ કેસ સુપ્રીમ કોર્ટમાં જતાની સાથે અપેક્ષાઓ વધી છે.

આ પહેલા 5 ઓગસ્ટ બુધવારે ભાજપના નેતાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી, તેમની હત્યા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસમાં કોઈને બચાવવા પ્રયાસ કરી રહી છે. તેણે દાવો કર્યો હતો કે 13 જૂનની રાત્રે સુશાંતના ઘરે પાર્ટી હતી. આ પાર્ટીમાં મહારાષ્ટ્રના એક પ્રધાન હાજર હતા. પાર્ટી પૂરી થયા બાદ પ્રધાન પોતાનું ઘરે જતા રહ્યા અને પછી સુશાંતનો મૃતદેહ સવારે મળી આવ્યો.

તેમણે કહ્યું હતું કે સુશાંતના ઘરની નજીક અભિનેતા દિનો મોરિયાના ઘરે મંત્રીઓ આવે છે. તેઓ રોજ ત્યાં જઈને શું કરે છે? જોકે રાણેએ મંત્રીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ કહ્યું હતું કે પોલીસ જ્યારે તેની ધરપકડ કરશે ત્યારે તેઓ ખબર પડી જશે. ત્યારે હું પણ પ્રધાનના ફોટા અને પુરાવા સાથે મીડિયાની સામે આવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.