Not Set/ #IPL2020/ મુશ્કેલીઓ સામે ઝજુમી રહેલ રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવનમાં કરી શકે છે ફેરફાર

હાલનાં તબક્કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ઈન્ડિયન્સ પ્રીમિયર લીગની મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે ખુબ મુશ્કેલ પડકાર હશે અને પોતાના અભિયાનને પાટા પર લાવવા માટે તે અંતિમ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. શારજાહમાં બેટિંગની મદદગાર પિચ પર શાનદાર શરૂઆત કર્યાં બાદ દુબઈ અને અબુધાબીમાં રોયલ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પહેલા બે મેચ […]

Uncategorized
31e07590ffc756d55e522bb12c704225 #IPL2020/ મુશ્કેલીઓ સામે ઝજુમી રહેલ રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવનમાં કરી શકે છે ફેરફાર

હાલનાં તબક્કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ઈન્ડિયન્સ પ્રીમિયર લીગની મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે ખુબ મુશ્કેલ પડકાર હશે અને પોતાના અભિયાનને પાટા પર લાવવા માટે તે અંતિમ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.

શારજાહમાં બેટિંગની મદદગાર પિચ પર શાનદાર શરૂઆત કર્યાં બાદ દુબઈ અને અબુધાબીમાં રોયલ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પહેલા બે મેચ પ્રમાણે ટીમ ફોર્મ જાળવી શકી નથી.  બીજીતરફ મુંબઈએ છેલ્લી બે મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને છ પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મળેલા પરાજય બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયને શાનદાર વાપસી કરીને કિંગ્સ ઇલેવનપંજાબને 48 તથા હૈદરાબાદને 34 રને હરાવ્યું હતું.

મુંબઈ માટે સૌથી સારી વાત છે કે તે કોઈ એક ખેલાડી પર નિર્ભર રહી નથી અને તેના બધા ખેલાડીઓએ સમય પર યોગદાન આપ્યું છે.  આજે અબુ ધાબીમાં મુંબઈ સામે રાજસ્થાન ટકરાશે ત્યારે એણે પોતાની લાઇનઅપમાં ફેરફાર કરવો પડશે. શારજાહમાં શાનદાર શરૂઆત કર્યા બાદ દુબઈ અને અબુ ધાબીમાં એણે હારનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ મુંબઈ હાલ નેટ રનરેટમાં આગળ હોવાને કારણે ટોચ પર છે.

બેંગ્લોર સામેની સુપરઓવરમાં હાર્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયને પંજાબ અને હૈદરાબાદને અનુક્રમે ૪૮ અને ૩૪ રનથી હરાવ્યું છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે હાલમાં એ એકદમ સમતોલ ટીમ લાગે છે. કેપ્ટન રોહિત શર્મા (૧૭૬) સારા ફોર્મમાં છે અને ક્વિન્ટન ડિકોકે પણ ફોર્મ પાછું મેળવ્યું છે. કીરોન પોલાર્ડે સાતત્ય જાળવ્યું છે. ઈશાન કિશન પણ ફૉર્મમાં છે, તો હાર્દિક પંડ્યા પણ સારો ફિનિશર છે અને તેનો ભાઈ કૃણાલ પણ છેલ્લી મેચમાં તેની સાથે જોડાયો છે.  

બીજી તરફ રાજસ્થાનની વાત કરીએ તો બેન સ્ટોક્સ ક્વોરન્ટીન-પિરિયડ પૂર્ણ કરીને ૧૧ ઓક્ટોબરથી ટીમમાં જોડાય એ પહેલાં એ ટીમ નબળી જણાય છે. એનું મહત્વનું કારણ જોશ બટલર (૩ મેચમાં ૪૭ રન) અને જયદેવ ઉનડકટ (૪ મેચમાં ૯.૯૭ની ઇકોનોમીથી ૧ વિકેટ)નું ખરાબ ફોર્મ છે. રિયાન પરાગ પણ ગયા વર્ષ જેવું ફોર્મ બતાવી શક્યો નથી. સ્ટીવ સ્મિથ પરાગને ડ્રોપ કરી યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને બેટિંગ-ઓર્ડરમાં ટોપ પર તક આપે તેમ જ પોતે પછીથી આવે એવું બને. શેન વોર્ને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઉનડકટ પોતાની ભૂમિકા સરખી રીતે ભજવી શક્યો નથી. પાવરપ્લે કે ડેથ ઓવરમાં તેનું પ્રદર્શન સારું નથી રહ્યું. પરિણામે ટોમ કરેન અને જોફ્રા આર્ચર પર ભારે દબાણ આવી જાય છે. સ્મિથ અનુભવી વરુણ એરોન અથવા યુવા કાર્તિક ત્યાગીને તક આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews