Not Set/ બીજેપી નેતાનું વિવાદાસ્પદ નિવેદન, SP ની ગ્લેમરસ પ્રવક્તાને લઇને આપ્યુ નિવેદન

નવી દિલ્હીઃ મહિલાઓ સાથે કહેવાતી અપમાનજક ટિપ્પણીને લઇને BJP સાંસદ વિનય કટિયાર બાદ પાર્ટી પ્રવક્તા પ્રેમ શુકલા પણ ઘેરાય ગયા છે. એક ખાનગી ન્યૂઝ ચેનલની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રેમ શુક્લા પર સમાજવાદી પાર્ટી SP ના મહિલા પ્રવક્તા પંખુડી પાઠક વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ છે.  આ કાર્યક્રમ ટેલીવિજન ન્યૂઝ ચેનલ ઇટીવી પર […]

Uncategorized
pankhuripremshukla1 બીજેપી નેતાનું વિવાદાસ્પદ નિવેદન, SP ની ગ્લેમરસ પ્રવક્તાને લઇને આપ્યુ નિવેદન

નવી દિલ્હીઃ મહિલાઓ સાથે કહેવાતી અપમાનજક ટિપ્પણીને લઇને BJP સાંસદ વિનય કટિયાર બાદ પાર્ટી પ્રવક્તા પ્રેમ શુકલા પણ ઘેરાય ગયા છે. એક ખાનગી ન્યૂઝ ચેનલની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પ્રેમ શુક્લા પર સમાજવાદી પાર્ટી SP ના મહિલા પ્રવક્તા પંખુડી પાઠક વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ છે.  આ કાર્યક્રમ ટેલીવિજન ન્યૂઝ ચેનલ ઇટીવી પર આવી રહ્યો હતો. આ મામલે આરોપ છે કે, ચર્ચા દરમિયાન ભાજપા પ્રવક્તા પ્રેમ શુક્લાએ પંખુડી પાઠક પર અપમાનજક નિવદન આપ્યું હતું.

ભાજપા નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીથી વ્યથિત ભાજપા પ્રવક્તા પ્રેમ શુકલાની વિરુદ્ધ સપા પ્રવક્તા પંખુરી પાઠકે નોયેડા પોલીસ સ્ટેશન સેક્ટર 58 માં ફરિયાદ નોધાવી છે. પોલીસે તપાસ માટે ટીવી ચેનલની ચર્ચાની સીડી માંગી છે.

ફરિયાદ બાદ નોયેડા પોલીસ સમગ્ર મામલે તપાસમાં લગી ગઇ છે. સૂત્રો મુજબ, પંખુડી પાઠકની નજીકની માનવામાં આવી રહી છે.