Not Set/ સરોજ ખાનની છેલ્લી પોસ્ટ હતી સુશાંત સિંહના નામે, વાંચી તમારી આંખો પણ થઇ જશે નમ

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગઈકાલે તેમનું મુંબઇમાં અવસાન થયું છે. સરોજ ખાનના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાયમાં અવી રહ્યું છે. શ્વાસની તકલીફની ફરિયાદ બાદ 20 જૂને સરોજ ખાનને બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરોજ ખાનની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે હતી. સરોજ […]

Uncategorized
a6c7d0c5aa35f233d2af6934f1c47f0c સરોજ ખાનની છેલ્લી પોસ્ટ હતી સુશાંત સિંહના નામે, વાંચી તમારી આંખો પણ થઇ જશે નમ

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગઈકાલે તેમનું મુંબઇમાં અવસાન થયું છે. સરોજ ખાનના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાયમાં અવી રહ્યું છે. શ્વાસની તકલીફની ફરિયાદ બાદ 20 જૂને સરોજ ખાનને બાંદ્રાની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરોજ ખાનની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે હતી. સરોજ ખાનની આ છેલ્લી પોસ્ટ પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

કોરિયોગ્રાફર સરોજ ખાને ઇન્સ્ટાગ્રામ પર સુશાંતની એક તસ્વીર શેર કરતા લખ્યું કે, ‘મેં તમારી સાથે ક્યારેય કામ કર્યું ન હતું, પરંતુ અમે ઘણી વાર મળી ચૂક્યા છીએ. તમારા જીવનમાં શું ખોટું થયું? હું આશ્ચર્યચકિત છું કે તમે તમારા જીવનમાં આટલું સખત પગલું ભર્યું છે. તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાત કરી શકો છો, જે તમને મદદ કરી શકે. ભગવાન તમારા આત્માને શાંતિ આપે અને હું મને નથી ખબર આ સમયે તમારા પિતા અને બહેન કેવી રીતે સહન કરી રહ્યાં છે, તેમના પ્રતિ કરુણા અને સંવેદના. હું તમારી બધી ફિલ્મોને પ્રેમ કરું છું અને હંમેશાં તમને પ્રેમ કરીશ. RIP સુશાંત.

આપને જણાવી દઈએ કે, સરોજ ખાને 200 થી વધુ ફિલ્મ્સ માટે કોરિયોગ્રાફી કરી હતી. સરોજ પહેલા સહાયક કોરિયોગ્રાફર હતા, પરંતુ તે 1974 માં આવેલી ફિલ્મ ગીતા મેરા નામથી કોરિયોગ્રાફર બન્યા હતા. તેમણે 1986 થી 2019 દરમિયાન બોલીવુડની હજારો ફિલ્મોમાં ગીતોને કોરિયોગ્રાફર કર્યાં, જેમાં ‘એક દો તીન’, ‘ડોલા રે ડોલા’, ‘કાંટે નહીં કટતે’, ‘હવા-હવાઈ’, જેમ કે ઘણા સુપરહિટ અને આઇકોનિક ગીતો શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.