Not Set/ આરોગ્ય મંત્રાલયે હોમ આઇસોલેશનને લઇને જારી કરી નવી ગાઇડલાઇન

આરોગ્ય મંત્રાલયે જારી કરેલી નવી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે, કોરોનાવાયરસનાં દર્દીઓને હોમ આઇસોલેશન માટે ડોકટરોની પરવાનગીની જરૂર હોય છે. કોવિડ-19નાં હળવા લક્ષણો અથવા લક્ષણો વિનાનાં દર્દીઓ જેમને કોઈ અનય બિમારી નથી, તેઓ હોમ આઇસોલેશન રહીને સારવાર કરાવી શકશે, પરંતુ આ માટે, પ્રથમ ડોક્ટરની મંજૂરી લેવી પડશે. જો હોમ આઇસોલેશનમાં દર્દીને શ્વાસ લેવામાં, છાતીમાં […]

India
161837ede0f99cf7594c9b4338c8e2e7 આરોગ્ય મંત્રાલયે હોમ આઇસોલેશનને લઇને જારી કરી નવી ગાઇડલાઇન
161837ede0f99cf7594c9b4338c8e2e7 આરોગ્ય મંત્રાલયે હોમ આઇસોલેશનને લઇને જારી કરી નવી ગાઇડલાઇન

આરોગ્ય મંત્રાલયે જારી કરેલી નવી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે, કોરોનાવાયરસનાં દર્દીઓને હોમ આઇસોલેશન માટે ડોકટરોની પરવાનગીની જરૂર હોય છે. કોવિડ-19નાં હળવા લક્ષણો અથવા લક્ષણો વિનાનાં દર્દીઓ જેમને કોઈ અનય બિમારી નથી, તેઓ હોમ આઇસોલેશન રહીને સારવાર કરાવી શકશે, પરંતુ આ માટે, પ્રથમ ડોક્ટરની મંજૂરી લેવી પડશે.

જો હોમ આઇસોલેશનમાં દર્દીને શ્વાસ લેવામાં, છાતીમાં દુખાવો થતો હોય અથવા બોલવામાં તકલીફ હોય, તો તેને હોસ્પિટલમાં આવવું પડશે. હોમ આઇસોલેશનમાં દર્દીને લક્ષણમાં શરૂઆતનાં 10 દિવસ પછી રજા આપવામાં આવશે, પરંતુ તે જોવાનું મહત્વપૂર્ણ છે કે દર્દીને 3 દિવસ સુધી તાવ નથી.

હોમ આઈસોલેશન માટે જરૂરી નિર્દેશ

હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીને પરિવારનાં સભ્યોથી સંપૂર્ણપણે અલગ રહેવું પડશે.

હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીની સંભાળ રાખવા માટે 24 કલાક એક કેયર ગિવર રહેશે. જે હોસ્પિટલ અને દર્દી વચ્ચે પુલનું કામ કરશે.

કેયર ગિવરને ડોક્ટરની સલાહ હેઠળ હાઇડ્રોક્સિક્લોરોક્વિન લેવી જ જોઇએ.

આરોગ્ય સેતુ એપ્લિકેશન હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીનાં મોબાઇલમાં હોવી જોઈએ જે સંપૂર્ણ રીતે સક્રિય હોય.

હોમ આઇસોલેશનની કોને નહી મળે છૂટ

એચ.આય.વી, કેન્સરનાં દર્દીઓ, ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તાઓ માટે હોમ આઇસોલેશનની મંજૂરી નથી.

તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ આ દર્દીઓને હોમ આઇસોલેશન થવાની મંજૂરી આપવામાં આવશે.

તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકનનાં આધારે 60 વર્ષથી ઉપરનાં દર્દીઓ માટે હોમ આઇસોલેશનની મંજૂરીનો નિર્ણય લેવામાં આવશે.

આ સિવાય ડાયાબિટીઝ, હાયપરટેન્શન, કેન્સર, કિડની, ફેફસાંથી સંબંધિત ગંભીર રોગવાળા દર્દીઓને મેડિકલ ઓફિસર દ્વારા યોગ્ય મૂલ્યાંકનનાં આધારે હોમ આઇસોલેશનની છૂટછાટ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.