Not Set/ કાનપુરમાં પોલીસકર્મીઓની હત્યા મામલે માયાવતીએ સરકાર વિરુદ્ધ ચઢાવી બાયો

  કાનપુરમાં ડીએસપી અને સ્ટેશન પ્રભારી સહિત હિસ્ટ્રી શીટર વિકાસ દુબે સાથેનાં એન્કાઉન્ટરમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર બાદ હિસ્ટ્રી શીટર વિકાસ દુબે નાસી છૂટ્યો હતો, જ્યારે તેના ત્રણ સાથીઓને પોલીસે ઠાર કર્યા હતા. હિસ્ટ્રી શીટરની શોધમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ વિપક્ષે સરકારને ઘેરી લેવાનું શરૂ […]

India
67ac2020f9fefbf67c065d1e833957eb 1 કાનપુરમાં પોલીસકર્મીઓની હત્યા મામલે માયાવતીએ સરકાર વિરુદ્ધ ચઢાવી બાયો
 

કાનપુરમાં ડીએસપી અને સ્ટેશન પ્રભારી સહિત હિસ્ટ્રી શીટર વિકાસ દુબે સાથેનાં એન્કાઉન્ટરમાં 8 પોલીસ જવાન શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર બાદ હિસ્ટ્રી શીટર વિકાસ દુબે નાસી છૂટ્યો હતો, જ્યારે તેના ત્રણ સાથીઓને પોલીસે ઠાર કર્યા હતા. હિસ્ટ્રી શીટરની શોધમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ વિપક્ષે સરકારને ઘેરી લેવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ, સપા અને બસપાએ યોગી સરકારનાં કાયદા અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. બસપા ચીફ માયાવતીએ ગુનેગારોને કોઇપણ કિંમતે નહી છોડવાની માંગ કરતા કહ્યુ કે, યુપી સરકારને ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાનાં મામલે વધુ ચપળ અને ફિટ રહેવાની જરૂર છે.

માયાવતીએ શુક્રવારે ટિ્‌વટ કર્યું હતું કે, કાનપુરમાં આજે ગુનેગારો દ્વારા થયેલી અથડામણમાં ડેપ્યુટી એસપી સહિત 8 પોલીસ જવાનો અને 7 અન્ય ઘાયલ થયાની ઘટના અત્યંત દુખદાયક, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તે સ્પષ્ટ છે કે યુપી સરકારે વધુ ચપળ અને ફિટ રહેવાની જરૂર છે, ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની બાબતમાં.