Not Set/ Viral Video/ યુઝવેન્દ્ર ચહલની fiance ધનાશ્રી વર્માનો ‘દારૂ બદનામ કર દી’ ગીત પર ધમાકેદાર ડાન્સ

  ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈનો ફોટો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પ્રખ્યાત યુટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે. ધનાશ્રી વર્માનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે […]

Videos
 

ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની સગાઈનો ફોટો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પ્રખ્યાત યુટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે. ધનાશ્રી વર્માનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ ધનાશ્રીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં ધનાશ્રી દારુ બદનામ સોંગગીત પર જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પહેલા યુઝવેન્દ્ર ચહલની પત્ની પોતાના શ્રેષ્ઠ ડાન્સ સ્ટેપ્સથી ચાહકોનું દિલ જીતી રહી છે. વીડિયોમાં ધનાશ્રી વર્માની આ સ્ટાઇલને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તેણે સફેદ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યુ છે, ધનાશ્રીનાં લાંબા વાળ તેની સુંદરતામાં વધારો કરે છે.

વીડિયો શેર કરતી વખતે ધનાશ્રીએ કેપ્શનમાં લખ્યું છે, ‘આ મારુ અંગત પ્રિય છે. તે આ થ્રોબેક શેર કરવા માટે ઘણી રાહ જોઇ રહી હતી. ધનાશ્રીનાં આ વીડિયો પર ચાહકો ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે અને લોકો તેના પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ધનાશ્રીનો સગાઈ ફોટો શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.