Not Set/ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

  કોરોના વાઇરસના કહેર વચ્ચે હાલમાં વિધ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરિક્ષાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ હવે ફરી એક્વાર પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આગામી 3 અને 12 સપ્ટેમ્બરે બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઇનના ડખા બાદ હવે ગુજરાત યુનિવર્સિટી માત્ર ઓફલાઇન પરીક્ષા લેશે. જ્યારે […]

Ahmedabad Gujarat
723668f1f0a29cf1479f8cf64c9f281a ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર, હવે આ તારીખે લેવાશે પરીક્ષા
723668f1f0a29cf1479f8cf64c9f281a ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર, હવે આ તારીખે લેવાશે પરીક્ષા 

કોરોના વાઇરસના કહેર વચ્ચે હાલમાં વિધ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરિક્ષાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ હવે ફરી એક્વાર પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આગામી 3 અને 12 સપ્ટેમ્બરે બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓનલાઇનના ડખા બાદ હવે ગુજરાત યુનિવર્સિટી માત્ર ઓફલાઇન પરીક્ષા લેશે. જ્યારે પરીક્ષાનું સમયપત્રક પછી જાહેર કરવામાં આવશે. 55 હજાર વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા આપશે.

વિદ્યાર્થીઓ માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. ઓફલાઇન અને ઓનલાઇન એમ બે વિકલ્પ ઉપલબ્ધ છે. બેમાંથી એક વિકલ્પ હેઠળ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે. અત્યાર સુધી 7 હજાર વિધ્યાર્થીઓએ  ઓનલાઇન વિકલ્પ માટે અરજી કરી છે. વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા બે કલાકની લેવાશે.

આ પરીક્ષા માટે સવારે 10થી 12 અને બપોરે 3થી 5 એમ સમય નક્કી કરવામાં આવ્યા છે. કોઈ વિભાગના વડા કોર્સ કે વિષયમાં પોતાની રીતે ઓનલાઈન, ઓફલાઈન કે બ્લેન્ડેડ મોડમાં પરીક્ષા લેવા માંગતા હોય તો તે અંગેની મંજૂરી લેવી પડશે.

આ પણ વાંચો : ભારતમાં કોરોના વાયરસની રસીનું ફેઝ -3 ટ્રાયલ બહુ જલ્દી શરૂ થવા જઈ રહ્યું છે

નોધનીય છે કે, શિક્ષણ વિભાગે તમામ યુનિ.ની પરીક્ષા 30 સપ્ટે. સુધીમાં પુરી કરવા આદેશ આપેલ છે. સાથે સાથે UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે,આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.