Not Set/ વડોદરા/ એક જ દિવસમાં બે કાઉન્સીલરો કોરોના પોઝિટિવ થયા

  ગુજરાત રાજ્યમાં કોરોના સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે કાઉન્સીલરોને કોરોના સંક્રમિત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ કોરોના સંક્રમિત થયા હતા. તો હવે કોંગ્રેસના મહિલા કાઉન્સીલર અલ્કા પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે. નોધનીય છે કે, અલ્કાબેન પટેલ વોર્ડ નં.16 નાં કોંગી કાઉન્સીલર છે. અગાઉ […]

Gujarat Vadodara
ee7b37c992fafd3404ecaca5548b8ae2 1 વડોદરા/ એક જ દિવસમાં બે કાઉન્સીલરો કોરોના પોઝિટિવ થયા
 

ગુજરાત રાજ્યમાં કોરોના સતત બેકાબૂ બની રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે કાઉન્સીલરોને કોરોના સંક્રમિત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે સવારે ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ કોરોના સંક્રમિત થયા હતા. તો હવે કોંગ્રેસના મહિલા કાઉન્સીલર અલ્કા પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે.

નોધનીય છે કે, અલ્કાબેન પટેલ વોર્ડ નં.16 નાં કોંગી કાઉન્સીલર છે. અગાઉ કોંગ્રેસનાં બે કાઉન્સીલરોને કોરોના થઇ ચુક્યો છે. તો ભાજપનાં બે કાઉન્સીલરો પણ કોરોના સંક્રમિત બન્યા છે.

પ્રપાત વિગતો અનુસાર આજે સવારે વડોદરા શહેરના વોર્ડ નં-17ના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડ કોરોના સંક્રમિત થયા છે.. 5 દિવસ પહેલા જ વડોદરા શહેરના કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવત પણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.