Not Set/ દિલ્હી/ ભારે વરસાદનાં કારણે સાકેત વિસ્તારમાં દિવાલ ધરાશાયી, ડઝનેક ગાડીઓ દબાઇ

બુધવારે વરસાદ અને જોરદાર પવનનાં કારણે રાજધાની દિલ્હીનાં સાકેટમાં એક દિવાલ ધરાશાયી થઈ હતી. જેની નીચે ડઝનેક ગાડીઓ પાર્ક હતી, જેના ધરાશાયી થવાથી તેને મોટુ નુકસાન થયુ હતુ. જોકે, રાહતની વાત એ હતી કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ સાકેત વિસ્તારમાં જે બ્લોકમાં દિવાલ ધરાશાયી થઈ છે, જેના કારણે ઘણા વાહનોને નુકસાન થયું […]

India Uncategorized
c47ac5b72ce242edefe3d6b4720587d4 દિલ્હી/ ભારે વરસાદનાં કારણે સાકેત વિસ્તારમાં દિવાલ ધરાશાયી, ડઝનેક ગાડીઓ દબાઇ
c47ac5b72ce242edefe3d6b4720587d4 દિલ્હી/ ભારે વરસાદનાં કારણે સાકેત વિસ્તારમાં દિવાલ ધરાશાયી, ડઝનેક ગાડીઓ દબાઇબુધવારે વરસાદ અને જોરદાર પવનનાં કારણે રાજધાની દિલ્હીનાં સાકેટમાં એક દિવાલ ધરાશાયી થઈ હતી. જેની નીચે ડઝનેક ગાડીઓ પાર્ક હતી, જેના ધરાશાયી થવાથી તેને મોટુ નુકસાન થયુ હતુ. જોકે, રાહતની વાત એ હતી કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ સાકેત વિસ્તારમાં જે બ્લોકમાં દિવાલ ધરાશાયી થઈ છે, જેના કારણે ઘણા વાહનોને નુકસાન થયું છે.

બુધવાર સવારથી દિલ્હી-એનસીઆરમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ લોકોને દિલ્હીમાં ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે સવારથી રાષ્ટ્રીય રાજધાનીમાં ભારે વરસાદને કારણે સાકેતમાં દિવાલ ધરાશાયી થતાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત જે બ્લોક સાકેત નજીક થયો હતો જ્યાં સર્વિસ લેનમાં ઘણા વાહનો ઉભા હતા. એક સ્થાનિક મનીષ ચાવલાએ જણાવ્યું હતું કે, 150 ફૂટની ઉંચાઈવાળી દિવાલ હોવા છતા પણ તેમા 10 ફૂટ પછી થાંભલો નથી. આ સ્કૂલની દિવાલ છે અને આની ફરિયાદ અગાઉ પણ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું, “7 ગાડીઓ ધબાઇ ગઇ છે, જેમાંથી બે મારી છે. એક હાલમાં લેવામાં આવી હતી. એક 25 લાખની છે અને એક જૂની સેન્ટ્રો છે. પહેલા આ દિવાલ 4 ફૂટની હતી જે વધારીને 12 ફૂટ કરવામાં આવી હતી.” જણાવી દઈએ કે, આજે સવારે દિલ્હીમાં ભારે વરસાદને કારણે શહેરનાં કેટલાક ભાગોમાં પાણી ભરાયા છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, દિવસ દરમિયાન વધુ વરસાદની સંભાવના છે. વિભાગનાં પ્રાદેશિક આગાહી કેન્દ્રનાં વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે ગુરુવાર સુધી મોનસૂનની અક્ષરેખા દિલ્હી-એનસીઆરની નજીક રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.