Not Set/ અમદાવાદ/ બાપુનગરનાં કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો

  બાપુનગરનાં સુંદરમનગરમાં મંગળવારે રાતે લૂંટ અને ચોરીનાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓએ પાઇપ અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જે હુમલો કર્યા બાદ આરોપી ભાગતા હતા ત્યારે પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં તેનો પીછો કર્યો હતો. પણ આરોપીઓએ કરેલા હુમલામાં એક પીએસઆઈ સહિત બે પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. આખરે બીજા પોલીસ કર્મીઓ આવી […]

Ahmedabad Gujarat
 

બાપુનગરનાં સુંદરમનગરમાં મંગળવારે રાતે લૂંટ અને ચોરીનાં આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર આરોપીઓએ પાઇપ અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જે હુમલો કર્યા બાદ આરોપી ભાગતા હતા ત્યારે પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં તેનો પીછો કર્યો હતો. પણ આરોપીઓએ કરેલા હુમલામાં એક પીએસઆઈ સહિત બે પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. આખરે બીજા પોલીસ કર્મીઓ આવી જતા આરોપીઓ પકડાઈ ગયા હતા. પકડાયેલા આરોપીનો વિસ્તારમાં એટલો આતંક છે કે, આરોપી વિરુદ્ધ લોકો ફરિયાદ કરતા ડરે છે ત્યારે ધપકડ કરવા ગયેલા પોલીસકર્મીને પણ ધમકી આપી હતી કે હું જેલમાંથી આવ્યા બાદ તારી હત્યા કરી નાખીશ.

આપને જાણીને નવાઇ લાગશે કે, પોલીસને જોઈને આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા. બાપુનગર પાસે આવેલા સુંદરમ નગરમાં મોબાઈલ સ્નેચિંગ, લૂંટ અને અન્ય ગુનામાં સંકળાયેલો સરફરાઝ ઉર્ફે બાબા કાલીયા મન્સૂરી અને મુજજમીલ ઉર્ફે સલમાન શેખ છુપાયા છે તેવી બાતમી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે બાપુનગર પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફ પીએસઆઈ જે વી બારોટ, ઝોન 5 નાં પીએસઆઈ એસ.જે. ચૌહાણ અને અન્ય સ્ટાફ ખાનગી ગાડીમાં રાતનાં સમયે સુંદરમનગર પહોચ્યાં ત્યારે બન્ને આરોપી ત્યાં બેઠા હતા અને પોલીસને જોઈને તેમને ગાળો બોલવા લાગ્યા હતાં અને પોલીસની ધરપકડથી બચવા માટે પોલીસ સાથે મારા મારી પણ કરી હતી. જો કે આરોપીઓનાં પકડાયા બાદ બાપુનગર પોલીસે તેમની વિરૂદ્ધ અલગ અલગ બે ગુના નોંધીને કાયદાકીય તપાસ શરૂ કરી છે

આપને જણાવી દઇએ કે, એક આરોપીએ મારા-મારી દરમિયાન પોલીસકર્મીને પાઇપ મારી દીધી હતી. પોલીસની ટીમ તેમની નજીક પહોંચે તે પહેલા જ આરોપીઓ પોલીસને પાઇપ અને ચાકુ બતાવીને ધમકાવવા લાગ્યા હતા. પણ બન્ને પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ તેમની નજીક જતા તેઓ હવામાં ચાકુ ફરાવવા લાગ્યા હતા. આ જોઈને બીજા પોલીસકર્મીઓ પણ તેમની નજીક જવા લાગ્યા અને આરોપીઓ ત્યાંથી નાની ગલીઓમાં ભાગવા લાગ્યા હતા. ત્યારે જ તમામ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા. આરોપી સરફરાઝ એ જેલમાં પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આવા ગુનેગાર સમાજ માટે ભયાનક છે જેને લઇ ને આરોપીની પાસા કરવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.