Not Set/ ચેતીજજો ભારતવાસીઓ, હવે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે કોરોના…

ચેતીજજો ભારતવાસીઓ, હવે ભારતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અત્યંત ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે અને વાત વિદિત છે કે પોણું ભારત ગામડામાં વસે છે. જી હા, શહેરી કેન્દ્રોમાંથી કોવિડ-૧૯ના કેસો શહેરની વસ્તીના પ્રમાણમાં ખુબ વધારે તો છે જ, પરંતુ હવે તો ગ્રામીણ ભારતમાં કોરોનાએ ચિંતા વધારી છે. આંકડાઓ કહી રહ્યા કે ચાલુ ઓગસ્ટ માસમાં સામે આવેલા તમામ કેસો પૈકી લગભગ અર્ધા […]

Uncategorized
857d241a5e6576a8902a2c387bc722fe 3 ચેતીજજો ભારતવાસીઓ, હવે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે કોરોના...

ચેતીજજો ભારતવાસીઓ, હવે ભારતનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અત્યંત ઝડપી રીતે ફેલાઇ રહ્યો છે અને વાત વિદિત છે કે પોણું ભારત ગામડામાં વસે છે. જી હા, શહેરી કેન્દ્રોમાંથી કોવિડ-૧૯ના કેસો શહેરની વસ્તીના પ્રમાણમાં ખુબ વધારે તો છે જ, પરંતુ હવે તો ગ્રામીણ ભારતમાં કોરોનાએ ચિંતા વધારી છે. આંકડાઓ કહી રહ્યા કે ચાલુ ઓગસ્ટ માસમાં સામે આવેલા તમામ કેસો પૈકી લગભગ અર્ધા ભાગના કેસ ભારતનાં ૫૮૪ જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેને ગ્રામીણ અથવા તો સંપુર્ણ ગ્રામીણ કહી શકાય છે.

કોરોનાનાં મામલામાં નિષ્ણાંતોએ બહુ પહેલા જ ચેતવણી આપી હતી કે, પોણું ભારત ગામડાઓમાં વસે છે અને આજે પણ દેશનાં અનેક આમતો મોટા ભાગનાં ગામડાઓમાં સારવારની સુવિધાઓના અભાવના કારણે જો કોરોનાનો ફેલાવો આ ક્ષેત્રોમાં વધ્યો તો ત્યાંની સ્થિતિ અત્યંત ભયાનક બની શકે છે. ત્યાં ટેસ્ટથી લઇ સારવાર સુધીની સુવિધાઓનો અભાવ હોય છે.

‘સરવાર, સાધનો, ડોકટરો અને કોવિડ-૧૯ના દર્દીઓના આરોગ્ય પર નજર રાખનાર સારી ગુણવત્તાના ચેસ્ટ એક્સ રે મશીનોનો અભાવ હોય છે’ એમ દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના મેડિકલ ડાયરેકટર ડો.સુરેશ કુમારે કહ્યું હતું. કોરોનાના મોટા ભાગના કેસ હાલ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી સામે આવી રહ્યા છે. 

આરોગ્ય મંત્રાલયની ખુદની ઓફિસ જ્યા બેસે છે તે બિલ્ડીંગમાં પણ કોરોનાના કેસમાં વધારો ચિંતાનું કારણ બન્યુ છે. જી હા, જ્યાં આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણની ઓફિસો આવેલી છે તે નિર્માણ ભવનમાં કોરોનાના વધેલા કેસોના કારણે ચિંતામાં વધારો થયો હતો. ૧૪ ઓગસ્ટે સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કોરોના પોઝિટિવ જણાયા પછીથી ત્યાં પણ ભયનું વાતાવરણ દેખાય છે.

ભારતમાં કોરોના અંગેની જાણકારી આપવાની તમામ જવાબદારી તેમના શીરે હતી. તેઓ જ પોઝિટિવ થતા આઇસોલેશનમાં ગયા હતા.સોમવારે તેઓ ફરજ પર પાછા ફર્યા હતા.

સૂત્રો અનુસાર જેઓ સંક્રમિત થયા હતા તેમાં આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ અને અન્ય કેટલાક અધિકારીઓનો સમાવેશ થતો હતો. જે કર્મચારીઓની તબીયત સારી ન હતી તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. આગમી સપ્તાહમાં આખી ઇમારતને સેનેટાઇઝ કરવાનું મંત્રાલયે વિચાર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews