રાજ્યમાં જ્યા સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે, વરસાદનું જોર પણ સાથે વધી રહ્યુ છે ત્યારે અમદાવાદમાં રાત્રીનાં સમયે એક મોટી દુર્ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. અમદાવાદનાં કુબેરનગરમાં બે માળનું કોમ્પ્લેક્સ અચાનક ધરાશાયી થઇ હતુ.
કુબેરનગરનાં A-વોર્ડ પાસે આવેલા બે માળનાં કોમર્શીયલ કોમ્પ્લેક્સ મોડી રાત્રીએ ધડાકા સાથે પડતા જ આસપાસનાં રહિશોમાં ભય જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનામાં બે લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તનો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના બનતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમને બોલાવવામાં આવી હતી. આ ઘટનામાં એકનું મોત થયુ છે. જ્યારે બે લોકોને બચાવી લેવાયા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ કોમ્પ્લેક્સ અત્યંત જર્જરિત પરિસ્થિતિમાં હતું. આ પ્રેમ માર્કેટ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધનાં ધોરણે હાલ કામગીરી કરી રહી છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ ત્રણ લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
