Not Set/ ચીની સેનાની પીછે હટ વાતોથી દેશમાં ફીલગુડ માહોલ બનાવવામાં આવી રહ્યો છે : શિવસેના

  મહારાષ્ટ્રનું શાસક પક્ષ શિવસેનાએ કહ્યું છે કે, લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર સ્થિતિ સારી નથી, ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. પક્ષે શુક્રવારે પોતાના મુખપત્ર સામનાનાં એક સંપાદકીયમાં કહ્યું હતું કે લદ્દાખની સ્થિતિ 1962 જેવી જ છે. ચીની સૈન્યએ ગલવાનથી પીછેહઠ કરવી જોઈએ એમ કહીને દેશમાં ખોટુ લાગણીશીલ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. વાસ્તવિકતા એ છે […]

India
74c00d177f452d6a8223f70a4649e04e ચીની સેનાની પીછે હટ વાતોથી દેશમાં ફીલગુડ માહોલ બનાવવામાં આવી રહ્યો છે : શિવસેના
74c00d177f452d6a8223f70a4649e04e ચીની સેનાની પીછે હટ વાતોથી દેશમાં ફીલગુડ માહોલ બનાવવામાં આવી રહ્યો છે : શિવસેના 

મહારાષ્ટ્રનું શાસક પક્ષ શિવસેનાએ કહ્યું છે કે, લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર સ્થિતિ સારી નથી, ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. પક્ષે શુક્રવારે પોતાના મુખપત્ર સામનાનાં એક સંપાદકીયમાં કહ્યું હતું કે લદ્દાખની સ્થિતિ 1962 જેવી જ છે.

ચીની સૈન્યએ ગલવાનથી પીછેહઠ કરવી જોઈએ એમ કહીને દેશમાં ખોટુ લાગણીશીલ વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે ન તો ચાઇનાની કાર્યવાહી રોકાઇ છે અને ન તો તેના ઇરાદા પાછળ જણાઇ રહ્યા છે. સામનાનાં સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખ બોર્ડર પર સ્થિતિ શું છે અને ચીનની કાર્યવાહી કેટલી શાંત રહી છે, આ સવાલોનાં જવાબ દેશનાં વિદેશ પ્રધાન દ્વારા આપવામાં આવી ચુક્યા છે. જ્યારે વિદેશ પ્રધાન કહેતા હોય છે કે, પરિસ્થિતિ 1962 પછી સૌથી ખરાબ છે, ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે શું ચાલી રહ્યું છે. ઉપરથી તણાવ ઓછો થવાનો આભાસ ભલે હોય પરંતુ પરિસ્થિતિ કઇક જુદી છે. લદ્દાખની સરહદ પર બંને દેશોની બંદૂકો એકબીજા પર સજ્જ છે. ભલે દેશમાં ફીલગુડ વાતાવરણ બનાવવામાં આવે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, ભલે પરિસ્થિતિ 1962 જેવી જ હોય, પણ હવે આપણી સૈન્ય 1962 નાં ઇતિહાસને પુનરાવર્તિત કરશે નહી અને ચીનને યોગ્ય જવાબ આપશે.

શિવસેનાનાં મુખપત્ર સામનામાં લખાયેલા આ લેખમાં વિદેશ પ્રધાન એસ.કે.જયશંકરનાં બે દિવસ પૂર્વે આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂનો આધાર લેવામાં આવ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું છે કે, ભારત અને ચીનની સરહદ પર આ સમયે તણાવ છે. તેમણે કહ્યું કે, આ ચોક્કસપણે 1962 પછીની સૌથી ગંભીર પરિસ્થિતિ છે. આ સરહદ પર સૈનિકોનું 45 વર્ષ બાદ મૃત્યુ થયુ છે. બંને બાજુથી એક્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) પર હાલમાં તૈનાત સુરક્ષા દળોની સંખ્યા પણ અભૂતપૂર્વ છે. સાથે જ તેમણે કહ્યું કે, અમે ચીન સાથે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમથી વાટાઘાટો કરી રહ્યા છીએ. આ બંને સાથે ચાલી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.