FIR/ મમતા બેનર્જી સામે ભાજપે કરી પોલીસ ફરિયાદ,રાષ્ટ્રીગીતનું અપમાન કરવાનો આરોપ..

TMC ચીફ મમતા બેનર્જીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મમતા પર મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ છે.

Top Stories India
MAMTA123 મમતા બેનર્જી સામે ભાજપે કરી પોલીસ ફરિયાદ,રાષ્ટ્રીગીતનું અપમાન કરવાનો આરોપ..

મુંબઈના પ્રવાસે ગયેલા TMC ચીફ મમતા બેનર્જીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં મમતા પર મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ છે. હવે મુંબઈ ભાજપના નેતાએ કહ્યું છે કે તેઓ મમતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરશે. આ મામલે ભાજપના નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

 

 

બીજેપી નેતાનો આરોપ છે કે મમતાએ બેસીને રાષ્ટ્રગીત ગાયું હતું અને 2-4 લાઈન પૂર્ણ કર્યા વિના ગાવાનું બંધ કરી દીધું હતું. મમતા બેનર્જી બુધવારે મુંબઈની મુલાકાતે હતા.આ દરમિયાન ભાજપના પશ્ચિમ બંગાળ એકમે પણ રાષ્ટ્રગીતના અપમાન બદલ મમતા પર નિશાન સાધ્યું હતું. બીજેપી બંગાળે ટ્વીટ કર્યું, ‘મમતા બેનર્જી પહેલા નીચે બેઠા, પછી ઉભા થયા અને વચ્ચે રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરી દીધું. મુખ્યમંત્રી તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્રગીત અને દેશ તેમજ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું અપમાન કર્યું છે.

મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતાનો એક વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે રાષ્ટ્રગીત શરૂ કર્યાની થોડીક સેકન્ડ બાદ ખુરશી પરથી ઉઠે છે. એટલું જ નહીં, ‘દ્રવિડ ઉત્કલ બેંગ’ પછી તે જય મહારાષ્ટ્ર, જય બિહાર અને જય ભારતનો નારા લગાવીને રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરે છે. હવે ભાજપના નેતાઓ પણ મમતા બેનર્જીના આ વીડિયોને ટ્વીટ કરી રહ્યા છે અને તેમના પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ લગાવી રહ્યા છે.