Not Set/ અમદાવાદ/ લોકડાઉનમાં નોકરી ગુમાવ્યા બાદ યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

અમદાવાદમાં આર્થિક તંગીથી કંટાળીને એક યુવકે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. તેને લોકડાઉન પછીથી નોકરી મળી રહી ન હતી, જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. પૈસા નહીં હોવાથી આ પગલું ભર્યું છે. મળતી માહિતી મુજબ, ચાંદલોડિયાના સુધીરનગર સોસાયટીમાં રહેતા રમેશ લલ્લુભાઇ રબારી (48) એ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું હતું. […]

Ahmedabad Gujarat
f01f88d241855f5102909308f3808809 અમદાવાદ/ લોકડાઉનમાં નોકરી ગુમાવ્યા બાદ યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત
f01f88d241855f5102909308f3808809 અમદાવાદ/ લોકડાઉનમાં નોકરી ગુમાવ્યા બાદ યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

અમદાવાદમાં આર્થિક તંગીથી કંટાળીને એક યુવકે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. તેને લોકડાઉન પછીથી નોકરી મળી રહી ન હતી, જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. પૈસા નહીં હોવાથી આ પગલું ભર્યું છે.

મળતી માહિતી મુજબ, ચાંદલોડિયાના સુધીરનગર સોસાયટીમાં રહેતા રમેશ લલ્લુભાઇ રબારી (48) એ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું હતું. પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો. પોલીસ તપાસમાં રમેશભાઇ લોકડાઉનમાં નોકરી જતાં રહેતા. ઘરની આર્થિક સ્થિતિ પણ ઘણી ખરાબ થઇ ગઈ છે. તેણે ઓટો રિક્ષા ચલાવવાની શરૂઆત કરી, પણ તેનથી પણ ઘરમાં બરકત ન થઇ.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ઘરની આર્થિક હાલત કથળી હોવાને કારણે તેઓ ઘણા પરેશન હતા.આજે સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા.

પોલીસે જણાવ્યું કે રમેશે સોલાબ્રીજ નજીક ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી હતી. હાલ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.