Not Set/ આજે મનાવવામાં આવશે નેશનલ સ્પોર્ટ્સ ડે, ઓનલાઇન આપવામાં આવશે રાષ્ટ્રીય રમત એવોર્ડ

દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખિલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રમત ગમત એવોર્ડ પણ આપવામાં આવે છે. કોરોનાને લીધે, પ્રથમ વખત આ ઇવેન્ટ રાષ્ટ્રપતિ ભવનને બદલે ઓનલાઇન રાખવામાં આવશે. આ વર્ષે કુલ 74 લોકોને વિવિધ કેટેગરીમાં આ એવોર્ડ આપવાના છે. […]

Sports
0ee21579ab9901e858814f2ca66ee94e આજે મનાવવામાં આવશે નેશનલ સ્પોર્ટ્સ ડે, ઓનલાઇન આપવામાં આવશે રાષ્ટ્રીય રમત એવોર્ડ

દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખિલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રીય રમત ગમત એવોર્ડ પણ આપવામાં આવે છે. કોરોનાને લીધે, પ્રથમ વખત આ ઇવેન્ટ રાષ્ટ્રપતિ ભવનને બદલે ઓનલાઇન રાખવામાં આવશે.

આ વર્ષે કુલ 74 લોકોને વિવિધ કેટેગરીમાં આ એવોર્ડ આપવાના છે. જેમાંથી 64 કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે લોકો એવોર્ડ સમારંભમાં રૂબરૂમાં ભાગ લેવા અસમર્થ છે તેઓ કોરાના ચેપગ્રસ્ત છે અથવા તો  આઈસો લેશન છે. કેટલાક ખેલાડીઓ દેશની બહાર હોવાને કારણે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર સમારોહમાં ભાગ નહીં લઈ શકે.
આ એવોર્ડ પરંપરાગત રીતે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે

આજે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ જોડાશે. પુરસ્કારો મેળવનાર ખિલાડી તેમના શહેરના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કેન્દ્રથી જોડાશે. આ ઉપરાંત રમત ગમત પ્રધાન કિરણ રિજિજુ અને કેટલાક વધુ મહત્વપૂર્ણ મહેમાનો વિજ્ઞાન ભવનથી કાર્યક્રમમાં જોડાશે.

પાંચ ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન અને 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે

આપને જણાવી દઈએ કે આ વર્ષે પાંચ ખેલાડીઓને સર્વોચ્ચ રમતનો એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્નથી એનાયત કરવામાં આવશે. જ્યારે 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ક્રિકેટર રોહિત શર્મા પણ એવા ખેલાડીઓમાં સામેલ છે કે જેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવવાના છે. તેમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, મહિલા હોકી કેપ્ટન રાની રામપાલ અને પેરાલિમ્પિયન મરિયાપ્પન થાંગાવેલુ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.