Not Set/ યોગી સરકારનાં વધુ એક મંત્રીને થયો કોરોના, હવે સતીશ મહાના થયા આઇસોલેટ

ઉત્તર પ્રદેશ સરકારમાં ઔદ્યોગિક વિકાસ પ્રધાન સતીશ મહાના કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમને કોરોનાનાં લક્ષણ જોવા મળતા ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટીવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી, તે ડોકટરોની સલાહથી ઘરે આઇસોલેશનમાં જતા રહ્યા છે. આ અંગે તેમણે ખુદ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, “કોવિડના પ્રારંભિક લક્ષણો પછી […]

Uncategorized
38824d807c3ec738cd3efdfe14072e7d યોગી સરકારનાં વધુ એક મંત્રીને થયો કોરોના, હવે સતીશ મહાના થયા આઇસોલેટ
38824d807c3ec738cd3efdfe14072e7d યોગી સરકારનાં વધુ એક મંત્રીને થયો કોરોના, હવે સતીશ મહાના થયા આઇસોલેટ

ઉત્તર પ્રદેશ સરકારમાં ઔદ્યોગિક વિકાસ પ્રધાન સતીશ મહાના કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમને કોરોનાનાં લક્ષણ જોવા મળતા ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટીવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી, તે ડોકટરોની સલાહથી ઘરે આઇસોલેશનમાં જતા રહ્યા છે. આ અંગે તેમણે ખુદ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, “કોવિડના પ્રારંભિક લક્ષણો પછી ગઈકાલે જ મેં  ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ડોકટરોની સલાહથી હું ઘરે એ આઇસોલેશન થઈ ગયો છે. વિનંતી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ, કૃપા કરીને તમારો ટેસ્ટ કરવી લો.”

આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકારમાં બે કેબિનેટ પ્રધાનો ચેતન ચૌહાણ અને કમલા રાનીનું મોત કોરોના વાયરસ ચેપને કારણે થયું છે જ્યારે બ્રિજેશ પાઠક અને સિદ્ધાર્થ નાથ સિંહ કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યા છે. હવે સતિશ મહાના પણ કોરોના સાથે યુદ્ધ લડનારા મંત્રીઓમાં સામેલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.