Not Set/ પાકિસ્તાનનો ભાંડો ભૂટ્યો, BSF ને આંતરરાષ્ટ્રીય સીમા પર મળી 137 મીટર લાંબી ટનલ

  બીએસએફ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનની વધુ એક નકારાત્મક કાર્યવાહીને નિષ્ફળ કરવામાં આવી છે, જ્યાં જમ્મુ-કાશ્મીરનાં સામ્બા સેક્ટરનાં બેન ગ્લાડ ગામમાં એક ટનલ મળી આવી છે. જેનો એક છેડો ભારત તરફ અને બીજો છેડો પાકિસ્તાન તરફ છે. આ ટનલની લંબાઈ 150 ગજ એટલે કે આશરે 137 મીટર છે. હાલમાં આ મામલાની ગંભીરતાને કારણે બીએસએફ […]

India
b1e7cd3745ca77100fae959e86f5544d પાકિસ્તાનનો ભાંડો ભૂટ્યો, BSF ને આંતરરાષ્ટ્રીય સીમા પર મળી 137 મીટર લાંબી ટનલ
b1e7cd3745ca77100fae959e86f5544d પાકિસ્તાનનો ભાંડો ભૂટ્યો, BSF ને આંતરરાષ્ટ્રીય સીમા પર મળી 137 મીટર લાંબી ટનલ 

બીએસએફ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનની વધુ એક નકારાત્મક કાર્યવાહીને નિષ્ફળ કરવામાં આવી છે, જ્યાં જમ્મુ-કાશ્મીરનાં સામ્બા સેક્ટરનાં બેન ગ્લાડ ગામમાં એક ટનલ મળી આવી છે. જેનો એક છેડો ભારત તરફ અને બીજો છેડો પાકિસ્તાન તરફ છે. આ ટનલની લંબાઈ 150 ગજ એટલે કે આશરે 137 મીટર છે. હાલમાં આ મામલાની ગંભીરતાને કારણે બીએસએફ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

સરહદ પર અવાજ આવતાની સાથે બીએસએફનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હતી. બીએસએફનાં આઈજી એનએસ જામવાલનાં જણાવ્યા મુજબ, સામ્બા સેક્ટરમાં તેમણે ગુપ્તચર ટનલનાં ઇનપુટ્સ મળી રહ્યા હતા. ખૂબ શોધખોળ બાદ શુક્રવારે આ ટનલ બીએસએફનાં હાથે લાગી હતી. તે શૂન્ય લાઇનથી લગભગ 150 ગજ લાંબી છે

બીએસએફનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, કોઈપણ ઘુસણખોર પાકિસ્તાની રેન્જર્સ અને અન્ય એજન્સીઓની મદદ વિના આટલી વિશાળ ટનલ બનાવી શકે નહીં. આ બતાવે છે કે પાકિસ્તાન આમાં સંપૂર્ણ રીતે સામેલ છે. બીએસએફ આ માટે પાકિસ્તાની રેન્જર્સની સામે વિરોધ નોંધાવશે જેથી ગુનેગારો સામે કાર્યવાહી થઈ શકે. હાલમાં બીએસએફ જેસીબીની મદદથી આ ટનલને સંપૂર્ણ રીતે ખોદાવી રહી છે. આ સાથે જ આસપાસનાં વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.