Not Set/ 1000 ટન સોનાની આગાહી કરનાર શોભન સરકારના ગામ નજીક ખોદકામ કરતા ખજાનો મળ્યો

ઉન્નાવમાં 1000 ટન સોનાની આગાહી કરનાર શોભન સરકારના ગામ દૌંડિયાખેડાથી થોડેક દૂર એક ગામમાં ખોદકામ દરમિયાન એક મટકીમાં ચાંદીના અનેક સિક્કા મળી આવ્યા છે. આ જોઈને ખોદકામ કરનારા મનરેગા કામદારો વચ્ચે ઝપાઝપી અને આંચકા આંચકીનો ખેલ ખેલાયો હતો. મજૂરો સિક્કા લઈને ઘરેથી ભાગી ગયા હતા. ઘટના સ્થળે બાતમીના આધારે પહોંચેલી પોલીસ દ્વારા કેટલાક સિક્કાઓ કબજે કરી તિજોરીમાં […]

Uncategorized
f821a101996c639bf0b46f471fb38b64 1000 ટન સોનાની આગાહી કરનાર શોભન સરકારના ગામ નજીક ખોદકામ કરતા ખજાનો મળ્યો
f821a101996c639bf0b46f471fb38b64 1000 ટન સોનાની આગાહી કરનાર શોભન સરકારના ગામ નજીક ખોદકામ કરતા ખજાનો મળ્યો

ઉન્નાવમાં 1000 ટન સોનાની આગાહી કરનાર શોભન સરકારના ગામ દૌંડિયાખેડાથી થોડેક દૂર એક ગામમાં ખોદકામ દરમિયાન એક મટકીમાં ચાંદીના અનેક સિક્કા મળી આવ્યા છે. આ જોઈને ખોદકામ કરનારા મનરેગા કામદારો વચ્ચે ઝપાઝપી અને આંચકા આંચકીનો ખેલ ખેલાયો હતો. મજૂરો સિક્કા લઈને ઘરેથી ભાગી ગયા હતા. ઘટના સ્થળે બાતમીના આધારે પહોંચેલી પોલીસ દ્વારા કેટલાક સિક્કાઓ કબજે કરી તિજોરીમાં જમા કરાવવામાં આવ્યા છે. 

સામે આવી રહેલી વિગતો પ્રમાણે આસીવાન પોલીસ સ્ટેશન વિસ્તારના કન્હોઉ ગામમાં પંચાયત મકાન માટે પાયો ખોદવામાં આવી રહ્યો હતો. ગામના મનરેગા મજૂરો ખોદકામમાં રોકાયેલા હતા. ખોદકામ દરમિયાન, મજૂરોને જમીનની અંદરથી ચાંદી અને પીળી ધાતુના સિક્કાથી ભરેલા માટીના વાસણ મળ્યાં. આ જોઈને મજૂરોમાં ખળભળાટ મચી ગયો. જેનો હાથમાં સિક્કો આવ્યો, તે તેની સાથે ભાગ્યો. ગામના લોકોએ સિક્કાની મળ્યા અંગે પોલીસને જાણ કરી. આ બાતમી મળતાની સાથે જ પોલીસે મજૂરોના ઘરોમાં દરોડા પાડીને તેઓને કબજે કરી સિક્કાઓ ઝડપી લીધા હતા. જેલમાં જતા ડરથી કામદારોએ સિક્કા પોલીસને સોંપી દીધા હતા. 1910ની સાલના એક રૂપિયાના ચાંદીનાં સિક્કા મળી આવ્યા છે. સિક્કાઓ શાહી ઇડીડબ્લ્યુના કિંગનું  લખાણ ધરાવે છે. પોલીસે તમામ ઝડપાયેલા સિક્કાઓને તહસીલ સફીપુરની તિજોરીમાં જમા કરાવ્યા હતા.

તાંબાના 17 અને ચાંદી 287 સિક્કા મળી આવ્યા…

અસીવાન પોલીસે મજૂરો પાસેથી સિક્કાઓ મેળવ્યા અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. એસડીએમ સફિપુર રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે કુલ 17 ચાંદીના સિક્કા અને 287 તાંબાના સિક્કા મળી આવ્યા છે. પોલીસે ઝડપાયેલા સિક્કાઓ સફીપુર તહસીલની તિજોરીમાં જમા કરાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews