Not Set/ અમદાવાદની AMTS બસ બની કાળ, ઇસ્કોન મંદિર પાસે બાઈક સવારને અડફેટે લેતા મોત

રાજ્યમાં એક તરફ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તો બીજી બાજુ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઇસ્કોન મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત AMTS બસ અને બાઈક સવાર વચ્ચે સર્જાયો હતો. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું […]

Ahmedabad Gujarat
ca9180fc1efe64c98307b4a353d33337 અમદાવાદની AMTS બસ બની કાળ, ઇસ્કોન મંદિર પાસે બાઈક સવારને અડફેટે લેતા મોત
ca9180fc1efe64c98307b4a353d33337 અમદાવાદની AMTS બસ બની કાળ, ઇસ્કોન મંદિર પાસે બાઈક સવારને અડફેટે લેતા મોત

રાજ્યમાં એક તરફ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તો બીજી બાજુ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ઇસ્કોન મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માત AMTS બસ અને બાઈક સવાર વચ્ચે સર્જાયો હતો. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ત્યારે અકસ્માતો માટે પંકાયેલ AMTS એ વધુ એક ભોગ લીધો છે. 

આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત

આપને જણાવી દઈએ કે, AMTSની રૂટ નંબર 501 બસે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈકચાલક બસના આગળના ટાયરમાં આવી ગયો હતો. અને બાઈક સવારનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.