Not Set/ MP નાં પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુ બાલ બાલ બચ્યા, ગાયને બચાવવામાં થયો અકસ્માત

  આંધ્રપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ શનિવારે બાલ બાલ બચી ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, તેમની કાર અકસ્માત થવાથી બચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રબાબુ નાયડુ વિજયવાડાથી હૈદરાબાદ આવી રહ્યા હતા. અચાનક એક ગાય હાઇવે પર દૌડી આવી હતી. ગાયને બચાવવા ડ્રાઇવરે બ્રેક્સ લગાવી અને તેમના કાફલાની કારની એકબીજા સાથે ટક્કર થઇ હતી. […]

India
53b99a21f7afe7301940c3da101024ce MP નાં પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુ બાલ બાલ બચ્યા, ગાયને બચાવવામાં થયો અકસ્માત
53b99a21f7afe7301940c3da101024ce MP નાં પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુ બાલ બાલ બચ્યા, ગાયને બચાવવામાં થયો અકસ્માત 

આંધ્રપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ શનિવારે બાલ બાલ બચી ગયા હતા. મળી રહેલી માહિતી અનુસાર, તેમની કાર અકસ્માત થવાથી બચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રબાબુ નાયડુ વિજયવાડાથી હૈદરાબાદ આવી રહ્યા હતા. અચાનક એક ગાય હાઇવે પર દૌડી આવી હતી. ગાયને બચાવવા ડ્રાઇવરે બ્રેક્સ લગાવી અને તેમના કાફલાની કારની એકબીજા સાથે ટક્કર થઇ હતી.

જો કે અહી એક વાત સારી રહી કે, ચંદ્રબાબુ નાયડુ જે કારમાં બેઠા હતા તે કારની અન્ય કાર સાથે ટક્કર થઇ નહી. કાફલાની કારની તસ્વીર સામે આવી છે. કારનું બોનેટ ખરાબ રીતે નુકસાન થયું છે. ઉપરનાં ચિત્રને જોતા, તમે અનુમાન લગાવી શકો છો કે ટક્કર કેટલી મજબૂત રહી હશે. આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા પહોંચી નથી.

મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં બે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. એસ્કોર્ટ કારમાં સિક્યુરિટી સ્ટાફ અને કાફલાની બીજી કાર હૈદરાબાદ જવા રવાના થઈ છે. ચંદ્રબાબુ નાયડુ અમરાવતી સ્થિત તેમના ઘરેથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ 50 દિવસોથી વધુનાં સમય બાદ ગત સોમવારે જ અમરાવતી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.