Not Set/ સુબ્રમણ્યમ સ્વામીને આવ્યો ગુસ્સો, કહ્યુ- આખરે ચીન સાથે વાતચીત કેમ થઇ રહી છે?

  ભારત-ચીન વિવાદ વધતો જઇ રહ્યો છે, સોમવારે મોડી રાત્રે ચીને ભારતીય સૈનિકો પર સીમા પાર કરવાનો અને ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચીનનાં અખબાર ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો છે કે, પેંગોગ સો નજીક ભારત અને ચીની સૈનિકો વચ્ચે તાજા ઝઘડો થયો છે. આ જપાજપી લદ્દાખનાં પૈંગોગ સો તળાવનાં દક્ષિણ છેડે સ્થિત એક ટેકરી પર […]

India
4b4ee7258f4b736c9abecdfc9350286d સુબ્રમણ્યમ સ્વામીને આવ્યો ગુસ્સો, કહ્યુ- આખરે ચીન સાથે વાતચીત કેમ થઇ રહી છે?
4b4ee7258f4b736c9abecdfc9350286d સુબ્રમણ્યમ સ્વામીને આવ્યો ગુસ્સો, કહ્યુ- આખરે ચીન સાથે વાતચીત કેમ થઇ રહી છે? 

ભારત-ચીન વિવાદ વધતો જઇ રહ્યો છે, સોમવારે મોડી રાત્રે ચીને ભારતીય સૈનિકો પર સીમા પાર કરવાનો અને ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચીનનાં અખબાર ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો છે કે, પેંગોગ સો નજીક ભારત અને ચીની સૈનિકો વચ્ચે તાજા ઝઘડો થયો છે. આ જપાજપી લદ્દાખનાં પૈંગોગ સો તળાવનાં દક્ષિણ છેડે સ્થિત એક ટેકરી પર થઇ છે.

ચીનનાં મુખપત્રમાં જણાવાયું છે કે, ભારતીય સેનાએ પૈંગોંગ સો તળાવનાં દક્ષિણ છેડા નજીક શેનપાઓ પહાડ પર એલએસીને પાર કરી હતી અને ભારત તરફથી પીએલએની સરહદ પેટ્રોલિંગ સાથે જોડાયેલા સૈનિકો પર ચેતવણી આપતા ગોળી ચલાવી હતી, ત્યારબાદ ચીની સૈનિકોએ જવાબમાં ફાયરિંગ કર્યું હતું. છે. જોકે આ અથડામણ અંગે ભારત સરકાર કે સેના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ પરિસ્થિતિને કાબૂમાં રાખવાની વાત કહી શકાય છે. અત્યારે ફાયરિંગમાં કોઈને નિશાન બનાવવામાં આવ્યું નથી, આવી સ્થિતિમાં જ્યારે બંને દેશો વાટાઘાટો કરીને આ મુદ્દાને હલ કરવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ, ચીન સરહદ પર પોતાની હરકતો છોડી રહ્યુ નથી.

આ પણ વાંચો – #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ

ચીન તરફથી સતત વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકર મંગળવારે રશિયાની ચાર દિવસીય મુલાકાત માટે રવાના થઈ રહ્યા છે. વિદેશ પ્રધાન જ્યારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) ની બેઠકમાં ભાગ લેશે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એલએસીને લઈને તણાવ વચ્ચે ચીન સાથેની વાટાઘાટો અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, વિદેશ પ્રધાન જયશંકરે મોસ્કોમાં તેમના ચીની સમકક્ષને કેમ મળવાનું છે? ખાસ કરીને આપણા સંરક્ષણ પ્રધાનને મળ્યા પછી? 5 મે 2020 થી, ભારતને ચીન સાથે વિદેશ નીતિ પર કોઈ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર નથી, તેથી પીએમ નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રધાનને તેમની મુલાકાત રદ કરવા કહેવું જોઈએ. આ આપણા સંકલ્પને નબળો પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.