Navratri 2022/ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરનારા મુસાફરો માટે રેલવેએ લીધો નિર્ણય, ટ્રેનમાં ઓર્ડર કરશો તો મળશે ફળ, જાણો સમગ્ર પ્રક્રિયા

ભારતીય રેલ્વેએ નવરાત્રીના અવસર પર ઉપવાસીઓ માટે મોટો નિર્ણય લીધો છે. રેલ્વેએ ટ્રેનની અંદર મુસાફરોને શુદ્ધ ફળો આપવાનો નિર્ણય કર્યો છે.

India
મુસાફરો

ભારતીય રેલ્વેએ નવરાત્રીના અવસર પર ઉપવાસીઓ માટે મોટો નિર્ણય લીધો છે. રેલ્વેએ ટ્રેનની અંદર મુસાફરોને શુદ્ધ ફળો આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે, મુસાફરોએ ચાર-અંકના નંબર પર કૉલ કરવો પડશે અથવા ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ની વેબસાઇટ પર લોગિન કરી શકે છે.

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે 1323 પર કોલ કરી શકો છો. આ સિવાય તમે www.ecatering.irctc.co.in પર પણ બુક કરી શકો છો.ફૂડ ઓન ટ્રેક એપ પર પણ બુકિંગ કરી શકાય છે.

રેલવેએ ટ્વીટ કરીને માહિતી આપી
આ સંદર્ભમાં, રેલ્વેએ એક ટ્વિટમાં કહ્યું- નવરાત્રીના શુભ અવસર પર મુસાફરો માટે ભારતીય રેલ્વે તરફથી ભેટ! ઉપવાસ કરનારા મુસાફરો 1323 પર અથવા http://ecatering.irctc.com પર કૉલ કરીને શુદ્ધ અને સાત્વિક આહારનું બુકિંગ કરી શકે છે. તમે “ફૂડ ઓન ટ્રેક” એપ દ્વારા પણ આ સેવાનો લાભ લઈ શકો છો.

મેનુ શું છે?
ઈકેટરિંગ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રવાસીઓ ‘સાબુદાણા ટિક્કી’ અને ‘આલૂ ચાપ’ તેમજ ‘પનીર વેલ્વેટ પરાઠા’ અને ‘દહી સાથે સાબુદાણાની ખીચડી’ અને ‘સાબુદાણાની ખીર’, નવરાત્રિની ખાસ મીઠાઈ મેળવી શકે છે.

IRCTC ઈ-કેટરિંગ વેબસાઈટ પર નવરાત્રી સ્પેશિયલ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે નવરાત્રિ ઉપવાસ માટે તૈયાર કરાયેલા ભોજનમાં ડુંગળી, લસણ, ઈંડા, માંસ અથવા અન્ય કોઈપણ ખાદ્યપદાર્થો હશે નહીં

હિંદુ કેલેન્ડર મુજબ, ચાર નવરાત્રિમાંથી પ્રથમ ચૈત્ર નવરાત્રિ 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી ચાલશે. આ 9 દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને લોકો ઉપવાસ રાખે છે.