મંગળવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લગભગ 250 મુસાફરોને ત્રણ કલાકથી વધુ રાહ જોવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બધું પ્લેનમાં ટેકનિકલ ખામીના કારણે થયું હતું.ડ્રીમલાઈનર એરક્રાફ્ટ લાંબા સમય સુધી ટેક્સીવે પર અટવાયું હતું અને બાદમાં તેને પાર્કિંગ વે પર ખસેડવામાં આવ્યું હતું. ક્રૂ દ્વારા ટેક્નિકલ ખામીના મેસેજ સિવાય કોઈ યોગ્ય બ્રીફિંગ કરી નહોતું. મુસાફરો ત્રણ કલાકથી વધુ સમય સુધી વિમાનની અંદર હતા અને વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.ટેક્નિકલ ખામીના કારણે મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લગભગ 250 મુસાફરોને ત્રણ કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.
એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે પુશબેક પછી તરત જ પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી અને પાર્કિંગની જગ્યા તરફ વાળવામાં આવે તે પહેલાં તે ટેક્સીવે પર હતું. તેમણે જણાવ્યું કે વિમાનમાં લગભગ 250 મુસાફરો સવાર હતા. મુસાફરોને ઉતારવામાં આવ્યા છે અને સંપૂર્ણ તપાસ કર્યા પછી 11 વાગ્યા પછી તે જ ફ્લાઇટ દ્વારા દિલ્હી લઈ જવાની વ્યવસ્થા છે