suprime court/ સુપ્રીમ કોર્ટે રાજા ભૈયાને આપ્યો ઝટકો,CBIએ કરશે DSP ઝિયા ઉલ હકની હત્યાની તપાસ

જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીની બેંચે ડીએસપીની પત્ની પરવીન આઝાદની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો છે

Top Stories India
10 2 15 સુપ્રીમ કોર્ટે રાજા ભૈયાને આપ્યો ઝટકો,CBIએ કરશે DSP ઝિયા ઉલ હકની હત્યાની તપાસ

કુંડા બેઠકના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાની મુશ્કેલીઓ વધી રહી છે. પ્રતાપગઢમાં 10 વર્ષ પહેલા ડીએસપી ઝિયા ઉલ હકની હત્યાની  તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ આદેશ ઝિયા ઉલ હકની પત્નીની અરજી પર આપ્યો છે.જસ્ટિસ અનિરુદ્ધ બોસ અને જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીની બેંચે ડીએસપીની પત્ની પરવીન આઝાદની અરજી પર સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો છે. આ સાથે, કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના ગયા વર્ષના આદેશને રદ કર્યો જેમાં ક્લોઝર રિપોર્ટ સ્વીકારવામાં આવ્યો હતો.

ટ્રાયલ કોર્ટે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો હતો અને તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરીને આ ક્લોઝર રિપોર્ટને માન્ય ગણાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ત્રણ મહિનામાં આ કેસમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.2 માર્ચ, 2013 ના રોજ, પ્રતાપગઢના કુંડા વિસ્તારના બલીપુર ગામમાં સાંજે પ્રધાન નન્હે સિંહ યાદવની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પ્રધાનના સમર્થકો હથિયારો સાથે બલીપુર ગામ પહોંચ્યા હતા. આ પછી તેઓએ રાત્રે લગભગ 8 વાગે કમતા પાલના ઘરમાં આગ લગાવી દીધી હતી.

માહિતી મળતાં, કુંડાના કોટવાલ સર્વેશ મિશ્રા તેમની ટીમ સાથે ગુસ્સે ભરાયેલા ટોળાંથી કમતા પાલને બચાવવા માટે આગળ વધ્યા, પરંતુ લોકોને હિંસા તરફ વળેલા જોઈને પાછા ફર્યા. સીઓ ઝિયા ઉલ હક ગામના પાછળના ભાગેથી પ્રધાનના ઘર તરફ ચાલ્યા. ગ્રામજનો તરફથી ગોળીબાર થયો હતો. તેના ડરથી સીઓની સુરક્ષામાં રહેલા ગનર ઈમરાન અને એએસઆઈ વિનય કુમાર સિંહ ખેતરમાં છુપાઈ ગયા હતા.